Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા

મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.

Ahmedabad January 06, 2026
મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા

મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. વિડીયોનાં માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળીયા ગામની એફઆઇઆરમાં પોલીસે આરોપીઓને ફાયદો થાય અને આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે તે માટે પીડિતના પુત્રને જ ફરિયાદી બનાવ્યો હતો. પીપળીયા ગામે 28 ફેબ્રુઆરીએ એક ઘટના બની હતી. પોલીસે એફઆઇઆરમાં સમય પણ ખોટો લખ્યો છે. પિડીત વૃદ્ધને જો ફરિયાદી બનાવવામાં આવ્યા હોત તો આરોપીઓને અત્યાર સુધી જામીન મળ્યા ન હોત કારણ કે પીડિત વૃદ્ધ અત્યારે એક વર્ષથી બેભાન અવસ્થામાં છે. પોલીસે બુદ્ધિ વાપરી, ભાજપની ટોપી બની ગયા અને જે વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો તેના પુત્રને ખોટો ફરિયાદી બનાવી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું. આરોપીઓ જેલમાંથી ઘણા સમય પહેલા છૂટી ગયા છે. 

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલીની બજારમાં પાયલ ગોટી નામની એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું . આ ઘટના આખા ગુજરાતને ખબર છે,પછી પોલીસે કાગળ લખ્યો અને તેમાં લખ્યું છે કે પાયલનું નામ ખોટી રીતે આવી ગયું હતું. સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એવું લખ્યું છે કે બાકીના ત્રણ આરોપીઓ હતા તેની વિરુદ્ધ પણ કોઈ પુરાવો નથી અને આ ત્રણ લોકોનું નામ પણ ભૂલથી એફઆઇઆરમાં આવી ગયું છે. આવું કહીને આખો કેસ રફેદફે કરવામાં આવ્યો છે. જ્યારે એફઆઇઆર કરી ત્યારે તમને ખબર ન હતી કે આ ખોટો કેસ છે ? ત્યારે પણ પોલીસ જાણતા હતા પરંતુ ભાજપે કહ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવાનું છે એટલે એક ખોટી એફઆઇઆર બનાવી દેજો. આ કેસમાં પોલીસ પાસે ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવો નથી, ભૂલથી નામ આવી ગયું છે અને અમારી ભૂલ થઈ ગઈ છે, આવું પોલીસે ઓફિસિયલી લખ્યું છે. તેનો અર્થ એ નીકળ્યો કે કોઈએ ગુનો કર્યો નથી,અથવા તો તમે ખોટી એફઆઈઆર લખી છે, ખોટી રીતે સરઘસ કાઢ્યું અને બદનામી કરી. છેલ્લે હવે કહ્યું કે ભૂલ થઈ ગઈ છે તેનો અર્થ એ થયો કે પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે.

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાલનપુર હત્યા કેસમાં પણ પોલીસે કાવતરાની કલમ ઉમેરી નથી. ખૂનની ઘટનામાં પણ આરોપીને કોર્ટમાં ફાયદો થાય તે માટે પોલીસે બે કલમ ઓછી લગાવી છે કારણ કે આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે. આ બધા હર્ષ સંઘવીનાં ભાણીયા થતા હોવાથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઘટનામાં 20 લોકોનું ટોળું આવ્યું હતું પરંતુ એફઆઇઆરમાં માત્ર એક જ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું. કારણ કે ભાજપની સરકાર એવું ઈચ્છે છે કે રીલ જોવો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કાગળ પર ક્યાં આ બધું કોઈ જોઈ રહ્યું છે? ગુજરાતમાં ભાજપ સરકાર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે. સજા ન થાય, નિર્દોષ છૂટી જાય, જલ્દી જામીન મળી જાય, પાસા ન થાય તેની સો ટકા કાળજી રાખવામાં આવે છે. ગુજરાતમાં કોઈપણ એફઆઈઆર તમે મને આપશો તો હું તરત તમને સમજાવી શકીશ કે ગુંડાઓને બચાવવા માટે પોલીસે જાણી જોઈને આટલી-આટલી ભૂલો એફઆઇઆરમાં રાખી છે. દાહોદના મનરેગા કૌભાંડમાં પણ એજન્સીનું નામ ઇરાદા પૂર્વક એફઆઇઆરમાં લખવામાં આવ્યું નથી. એફઆઈઆરમાં આરોપીઓનું નામ પણ લખવામાં આવ્યું નથી. કઈ એજન્સીએ ખોટા બિલ મૂક્યા છે તેનું નામ પણ લખવામાં આવ્યું નથી. સરકારના કયાં માણસોએ ખોટા કામ કર્યા તેનું પણ નામ લખવામાં આવ્યું નથી. દાહોદના મનરેગા કૌભાંડમાં કોઈ કાર્યવાહી થઈ નથી, માત્ર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એફઆઇઆર નોંધવામાં આવી છે, પરંતુ આ જીએસટીના 2000 કરોડના ખોટા બિલ સરકારને પકડાવવામાં જેને ક્રેડિટ લીધી હશે તેનું શું ? તેમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર ગુજરાતમાં આરોપીઓને બચાવવાનું ભાજપ અને ભાજપનાં કેટલાક લોકો કરી રહ્યા છે. બગદાણા ઘટનામાં પણ કાગળ પર ખોટું લખવામાં આવ્યું છે. કાગળ પર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપીને બે જ્ઞાતિઓને લડાવાનું કામ ભાજપનાં માણસો કરે છે. આપણે સૌ સાવચેત, સલામત અને એલર્ટ રહીએ તેવી મારી વિનંતી છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

બ્રાઝિલ પૂર: બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, મૃત્યુઆંક વધીને 36 થયો
બ્રાઝિલ પૂર: બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, મૃત્યુઆંક વધીને 36 થયો
February 20, 2023

બ્રાઝિલ પૂર અને ભૂસ્ખલન બ્રાઝિલમાં સતત વરસાદને કારણે સાઓ પાઉલોના એટલાન્ટિક કિનારે ભૂસ્ખલન અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. અહીં મૃત્યુઆંક વધીને 36 થયો છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express