હોળી પર મુસાફરો માટે રાહત, પશ્ચિમ રેલવેએ જાહેર કરી સાબરમતી–હરિદ્વાર અને અસારવા–આગ્રા સ્પેશિયલ ટ્રેનો
હોળી પર ગુજરાતથી હરિદ્વાર માટે સ્પેશિયલ ટ્રેન. 09425/09426 સાબરમતી–હરિદ્વાર 10 ફેરા – 23 ફેબ્રુઆરીથી શરૂ, સાંજે 18:45 પ્રસ્થાન. અસારવા–આગ્રા કૅન્ટ માટે 01920/01919 60 ફેરા. AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર, જનરલ કોચ – બુકિંગ ચાલુ, વિગતો IRCTC પર. વિગતો જુઓ.
પશ્ચિમ રેલવે દ્વારા આવનારા હોળી તહેવાર દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી–હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અસારવા થી આગ્રા કૅન્ટ માટે પણ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09425 સાબરમતી–હરિદ્વાર સ્પેશિયલ 23 ફેબ્રુઆરી અને 02, 09, 16, 23 માર્ચ 2026ના રોજ સાબરમતીથી સાંજે 18:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20:30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર–સાબરમતી સ્પેશિયલ 24 ફેબ્રુઆરી અને 03, 10, 17, 24 માર્ચ 2026ના રોજ હરિદ્વારથી રાત્રે 21:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 22:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર–જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કૅન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય વર્ગના કોચ રહેશે.
ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કૅન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ બપોરે 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે.
તે જ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કૅન્ટ–અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કૅન્ટથી દરરોજ સાંજે 18:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપનગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બૂંધી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09425 માટે બુકિંગ 21 ફેબ્રુઆરી 2026થી મુસાફર આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે તથા ટ્રેન નંબર 01920 માટે બુકિંગ ચાલુ છે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.