વકીલની હત્યા કેસમાં ઈમરાન ખાનને રાહત, સુપ્રીમ કોર્ટે ધરપકડ પર રોક લગાવી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વકીલની હત્યા કેસમાં ખાન સોમવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ પછી કોર્ટે તેમની ધરપકડ પર હાલ માટે રોક લગાવી દીધી છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનને વધુ એક મોટી રાહત મળી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વકીલની હત્યા કેસમાં ઈમરાન ખાનની ધરપકડ પર રોક લગાવી દીધી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સોમવારે ક્વેટામાં વરિષ્ઠ વકીલની હત્યાના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ પછી તેની ધરપકડ પર 9 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી હતી.
પાકિસ્તાની અખબાર 'ડૉન' અનુસાર, જસ્ટિસ યાહ્યા આફ્રિદીની આગેવાની હેઠળની 3 સભ્યોની બેન્ચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સુપ્રીમો ઈમરાન ખાનની અરજી પર સુનાવણી કરતી વખતે આ નિર્દેશો આપ્યા હતા. વરિષ્ઠ વકીલ અબ્દુલ રઝાક શારની 6 જૂનના રોજ બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ બલૂચિસ્તાન હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી માટે જઈ રહ્યા હતા. એક દિવસ પછી, પોલીસે વકીલના પુત્રની ફરિયાદ પર કેસ નોંધ્યો અને એફઆઈઆરમાં ખાનનું નામ લીધું.
શારે બલુચિસ્તાન હાઈકોર્ટમાં ખાન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ દેશદ્રોહ સંબંધિત કલમ 6 હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. ફેડરલ સરકાર અને ખાનના પક્ષે આ ઘટના માટે એકબીજાને જવાબદાર ઠેરવતા, હત્યામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો. વડા પ્રધાન શહબાઝ શરીફના સહાયક અતાઉલ્લા તરારએ આરોપ મૂક્યો હતો કે રાજદ્રોહના કેસમાં જવાબદારીથી બચવા માટે ખાનના કહેવા પર શારની હત્યા કરવામાં આવી હતી, ડૉન સમાચારે અહેવાલ આપ્યો છે. ખાનના પક્ષના પ્રવક્તા રઉફ હસને વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહની હત્યામાં ભૂમિકા હોવાનો આરોપ મૂક્યો હતો.
આતંકવાદ વિરોધી અદાલત (ATC) એ આ કેસમાં ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું, જેને બાદમાં બલૂચિસ્તાન હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે, ખાને (70) હત્યાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતે, 20 જુલાઈના રોજ આ મામલાની છેલ્લી સુનાવણી દરમિયાન, ખાનને FIR અને ધરપકડ વોરંટને રદ કરતા પહેલા વ્યક્તિગત રીતે બેંચ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. સોમવારની સુનાવણી દરમિયાન ખાન તેના વકીલો સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થયો હતો.બેન્ચે પોલીસને આ કેસમાં ખાનની ધરપકડ કરવા પર રોક લગાવી હતી અને કાર્યવાહી 9 ઓગસ્ટ સુધી સ્થગિત કરી હતી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."