Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી

નાણાકીય વર્ષ 22-23માાં ઓપરેશન્સ દ્વારા આવકમાાં 34.3% નો વધારો 102% ગ્રોથ સાથે નાણાકીય વર્ષ 22-23માાં EBITDA 149.4 કરોડ થયો

Mumbai May 05, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી

ક્ષેત્રમાં પર્યાવરણ જાળવણીને ઉત્તેજન આપવા માટેના સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી રુશિલ ડેકોર લિ. (BSE: 533470. એનએસઈ: રુશિલ) દ્વારા ત્રિમાસિક તથા 31 માર્ચ, 2023ના આખા વર્ષના ઑડિટ કરેલા સર્વગ્રાહી નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

મુખ્ય નાણાકીય પરિણામો (રૂપિયા કરોડમાં)

               વિગતો Q4 FY23 Q4 FY22 Y-o-Y% FY23 FY22 Y-o-Y%
ઓપરેશન્સમાંથી આવક    213.9    195.1     9.6%  838.4   624.2    34.3%
            EBITDA    28.2     31.6   (10.6%)  149.4   73.9    102%
    EBITDA માર્જિન    13.2%    16.2%

(299bps)

17.8%  11.8%  597 bps
               PAT    13.6    15.4  (12.0%)   77.7   22.8  240.6%
          PAT માર્જિન      6.34%    7.90%

 (156bps)

 9.26%  3.65%  561 bps

નાણાકીય હાઇલાઇટ્સ –

એમડીએફ તથા લેમિનેન્ટ બિઝનેસમાં મજબૂત ગ્રોથને પગલે કંપનીએ વાર્ષિક 9.6%ના ગ્રોથ સાથે નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 213.9 કરોડની ઓપરેટિંગ રેવન્યૂ નોંધાવી છે. નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 143.1 કરોડની સરખામણીમાં એમડીએફ બિઝનેસ રેવન્યુ નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 11% વધીને રૂ. 159.1 કરોડ થઈ છે – જ્યારે લેમિનેટ્સનો હિસ્સો નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટમાં રૂ. 49.4 કરોડ હતો તે વધીને નાણાકીય વર્ષ-23માં રૂ. 51.3 ટકા થયો.

EBITDA નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 31.6 કરોડ હતો તે નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 28.2 કરોડ થયો જે વાર્ષિક 10.6% નો ઘટાડો દર્શાવે છે, જેનું મુખ્ય કારણ નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં ઓછું ઉપાર્જન અને કાચા માલના ભાવમાં થયેલો આંશિક વધારો છે. નાણાકીય વર્ષ-22ના ચોથા ક્વાર્ટરમાં થયેલા રૂ. 15.4 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 12.0% ઘટીને રૂ. 13.6 કરોડ થયો. EBITDA માર્જિન અગાઉના વર્ષના ચોથા ક્વાર્ટરના 16.2% થી વિરુદ્ધ નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 299 બીપીએસ ઘટીને 13.2% થયું – જ્યારે PAT માર્જિન નાણાકીય વર્ષ-23ના ચોથા ક્વાર્ટરમાં 6.3% રહ્યું.

31 માર્ચ, 2023ના આખા વર્ષ માટે ઓપરેશન્સમાંથી ચોખ્ખી આવક રૂ. 838.4 કરોડ નોંધાઈ જે 34.3%નો ગ્રોથ દર્શાવે છે, જેમાં એમડીએફ બિઝનેસ રેવન્યૂ મૂલ્યના સંદર્ભમાં 44% તથા વોલ્યુમના સંદર્ભમાં 35%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ-22માં રૂ. 431.1 કરોડની સરખામણીમાં નાણાકીય વર્ષ-23માં MDFનો હિસ્સો રૂ. 620.7 કરોડ રહ્યો. આ જ ગાળામાં લેમિનેટ્સનો હિસ્સો રૂ. 185.5 કરોડની સરખામણીમાં રૂ. 205.9 કરોડ રહ્યો. નાણાકીય વર્ષ-23માં EBITDA Rs. 149.4 કરોડ રહ્યો જે અગાઉના વર્ષે રૂ. 73.9 કરોડ હતો જે વાર્ષિક 102.0% ગ્રોથ દર્શાવે છે.

નાણાકીય વર્ષ-23માં 9.26% માર્જિન સાથે ચોખ્ખો નફો રૂ. 77.7 કરોડ રહ્યો. નાણાકીય પરિણામો અંગે બોલતા રુશિલ ડેકોર લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કૃપેશ જી. ઠક્કરે કહ્યું કે, “માર્ચ 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં EBITDA અને PAT ના અનુક્રમે રૂ. 28.2 કરોડ તથા રૂ. 13.6 કરોડ સાથે અમે રૂ. 213.9 કરોડની આવક કરી છે. લેમિનેટ્સ બિઝનેસમાં અમારા વોલ્યુમમાં વાર્ષિક 11% નો ગ્રોથ જોવા મળ્યો છે. અમારા ત્રિમાસિક એમડીએફ વોલ્યુમમાં વાર્ષિક 22% નો વધારો થયો તથા ત્રિમાસિક ધોરણે 15% નો વધારો થયો જે આ ઉદ્યોગમાં ઊંડે સુધી પહોંચવાની અને નોંધપાત્ર હિસ્સા પર નિયંત્રણ ધરાવવાની અમારી ક્ષમતા દર્શાવે છે.

ત્રિમાસિક ગાળા દરમિયાન ઓછું ઉપાર્જન, કાચા માલના ભાવમાં આશિંક વધારો તથા આયાતમાં વધારો થવાને કારણે અગાઉના વર્ષની સરખામણીમાં અમારા માર્જિન ઉપર અસર પડી. જોકે ક્ષમતાના વધુ ઉપયોગ તથા અમારી આવકમાં મૂલ્યવર્ધન ઉત્પાદનમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમે આગામી ત્રિમાસિક ગાળામાં વધુ સારું પરફોર્મ કરી શકવાની સ્થિતિમાં છીએ.

આખા વર્ષના સંદર્ભમાં મને એ જણાવતા આનંદ થાય છે કે એમડીએફ તથા લેમિનેટ્સ બિઝનેસમાં આવકની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે બજારમાં આ ઉત્પાદનો માટેની માંગ વધી છે, જેના માટે બાંધકામ ઉદ્યોગમાં તેજી તથા ગ્રાહકો દ્વારા ઘર રિનોવેશન કામગીરીમાં થયેલો વધારો જવાબદાર છે. તે ઉપરાંત, અમે ઉચ્ચ ગુણવત્તાના એમડીએફ તથા લેમિનેટ્સના અગ્રણી સપ્લાયર તરીકે સફળતા પૂર્વક સ્થાપિત કરી શક્યા છીએ, જેથી નવા ગ્રાહકો આકર્ષાયા છે અને રિપિટ બિઝનેસ થઈ રહ્યો છે.

એ પણ વિચારવા જેવું છે કે વોલ્યુમ અને ટૉપલાઇનમાં વધારો થવા સાથે અમે અમારા ઉત્પાદનમાં વધારો કરવા તથા અમારી ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવા પ્રતિબદ્ધ છીએ જેથી કાર્યક્ષમતા વધે અને ભાવમાં ઘટાડો થાય તેમજ બજારના ટ્રેન્ડને મોનિટર કરવા તથા ગ્રોથ માટેની તકો ઓળખી રહ્યા છીએ જેથી બિઝનેસની સફળતાને ટકાવી શકીએ.” 

મિડિયમ ડેન્સિટી ફાઇબરબોર્ડ ઉદ્યોગ

ઉદ્યોગનાં વલણો અનુસાર, ભારતમાં એમડીએફ ઉદ્યોગ આગામી પાંચ વર્ષમાં મજબૂત ગ્રોથ સાથે આગળ વધશે. આ ગ્રોથ માટે ઘણાં પરિબળ જવાબદાર હશે જેમ કે, એમડીએફના લાભો, તેના વૈવિધ્ય તથા વ્યાપક ઉપયોગો અંગે ગ્રાહકોમાં વધતી જાગ્રતિ તથા પરંપરાગત લાકડાંનાં ઉત્પાદનો સામે વધારે ટકી રહેવાની તેની ક્ષમતા. 

મિડિયમ ડેન્સિટી ફાઇબરબોર્ડ એક એવી પ્રોડક્ટ છે જેને વિવિધ ઉપયોગોમાં જરૂરિયાત મુજબ જાડાઈ, કદ તથા આકારમાં તૈયાર કરી શકાય છે. તે લાકડાંનાં પરંપરાગત ઉત્પાદનોની સામે બીજા અનેક લાભ આપે છે, જેમ કે વધુ સ્થિરતા અને વાંકાચૂકા થઈ જવું, તૂટી જવું કે ફાટી જવા જેવી તકલીફો સામે રક્ષણ આપે છે. ઉપરાંત, એમડીએફ-નું વિવિધ કોટિંગ, લેમિનેટ્સ સાથે ફિનિશિંગ કરી શકાય છે જેથી ડેકોરેશનની વિશાળ રેન્જ સર્જી શકાય.

વિકસિત દેશોમાં 70% ની સરખામણીમાં ભારતમાં એમડીએફનો બજાર હિસ્સો માત્ર 30% છે એ હકીકતને ધ્યાનમાં લેતાં ભારતીય બજારમાં તેના વિકાસની પ્રબળ સંભાવના જોવા મળે છે. પરિણામે એમડીએફ ઉદ્યોગમાં વિસ્તરણની તક રહેલી છે જેથી ઓપરેશન્સમાં વિસ્તરણ કરી શકાશે અને બજારમાં નોંધપાત્ર હિસ્સો મેળવી શકાશે. 

સમગ્રતયા, ભારતમાં એમડીએફ ઉદ્યોગના ગ્રોથ માટે હકારાત્મક સંજોગો છે, જેમાં બિઝનેસનો વિકાસ થવા ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇન અને તેમના ઘરના ઇન્ટિરિયરમાં ટકાઉ, ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા માગતા ગ્રાહકો માટે પણ ઉજ્જવળ તક છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રેલ્વેનું રેકોર્ડ બજેટ 2026-27: પૂર્વોત્તરને ₹11,486 કરોડ, 2014 કરતાં 5 ગણું વધુ – કનેક્ટિવિટીમાં ક્રાંતિ
guwahati
February 02, 2026

રેલ્વેનું રેકોર્ડ બજેટ 2026-27: પૂર્વોત્તરને ₹11,486 કરોડ, 2014 કરતાં 5 ગણું વધુ – કનેક્ટિવિટીમાં ક્રાંતિ

ભારતીય રેલ્વેએ 2026-27 માટે આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોને રેકોર્ડ ₹11,486 કરોડ ફાળવ્યા – 2014 કરતાં 5 ગણું વધુ! વંદે ભારત સ્લીપર, અમૃત ભારત એક્સપ્રેસ, વીજળીકરણ અને ભૂટાન કનેક્ટિવિટી સાથે મોટા પ્રોજેક્ટ્સ. વિગતવાર અપડેટ જુઓ.

બંગાળમાં શબ-એ-બારાત પર ફટાકડા બેન: હાઈકોર્ટેનું ગેરકાયદેસર અને હાનિકારક ફટાકડા પર કડક વલણ
west bengal
February 02, 2026

બંગાળમાં શબ-એ-બારાત પર ફટાકડા બેન: હાઈકોર્ટેનું ગેરકાયદેસર અને હાનિકારક ફટાકડા પર કડક વલણ

કલકત્તા હાઈકોર્ટે શબ-એ-બારાત (3 ફેબ્રુઆરી 2026) પર ગેરકાયદેસર અને પર્યાવરણને નુકસાનકારક ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો – રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ બેન. પોલીસ અને PCBને કડક અમલ અને અરજદારને સુરક્ષાનો આદેશ. આગામી સુનાવણીમાં રિપોર્ટ માંગ્યો.

EDની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર કોલ સેન્ટર ગેંગ પર દરોડા – દિલ્હી, પંજાબ, હરિયાણામાં 9 સ્થળોએ તલાશી
new delhi
January 31, 2026

EDની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર કોલ સેન્ટર ગેંગ પર દરોડા – દિલ્હી, પંજાબ, હરિયાણામાં 9 સ્થળોએ તલાશી

EDની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર કોલ સેન્ટર ગેંગ પર પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 9 સ્થળોએ દરોડા. અમેરિકન નાગરિકો સાથે સાયબર છેતરપિંડી, ક્રિપ્ટો અને રિયલ એસ્ટેટમાં મની લોન્ડરિંગનો ખુલાસો. 3.4 મિલિયન રોકડા, દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત. PMLA હેઠળ તપાસ ચાલુ – વિગતો અહીં વાંચો.

Braking News

ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલે પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરી
April 09, 2025

ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની આનુષંગિક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ આજે 1 એપ્રિલ, 2025થી લાગુ કરીને તેના ડોમેસ્ટિક સેલ્સ અને કસ્ટમર સર્વિસના પ્રેસિડેન્ટ અને ચીફ બિઝનેસ ઑફિસર તરીકે શ્રી રાજીવ ચતુર્વેદીની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ આ ભૂમિકામાં શ્રીરામ વેંકટેશ્વરનનું સ્થાન લેશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express