Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા

કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુરતમાં આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં AAPના કાર્યકરો અને નેતાઓ પર 45 જેટલી ખોટી FIR કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ પોતાની ઘટતી લોકપ્રિયતાથી ગભરાઈને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને જનતાના મુદ્દા ઉઠાવનારા 160 થી વધુ કાર્યકરોને જેલમાં નાખવામાં આવ્યા છે. 

Ahmedabad April 01, 2026
કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા

કચ્છથી વલસાડ સુધી AAP કાર્યકર્તાઓ પર દમન: મનોજ સોરઠીયાએ જિલ્લાવાર FIR ના આંકડા જાહેર કર્યા

અમદાવાદ / સુરત / ગુજરાત : સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આજરોજ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મકતા છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે ત્યારે આજે ગુજરાતની જનતાની વેદનાઓ છે, એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની વચ્ચે 45 જેટલી એફઆઈઆરની એક લિસ્ટ છે. આ તમામ એફઆઈઆર એવી છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર અને નેતાઓ ઉપર છેલ્લા લગભગ થોડા મહિનાઓમાં કરવામાં આવી છે. સતત જો કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉઠાવતો હોય, સરકારને સવાલ પૂછતો હોય, તો એમના વિરુદ્ધમાં એફઆઈઆર કરીને અને એને જેલમાં નાખવાનો ઓર્ડર અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉપાડ્યો છે. કેટલાક લોકો ટૂ-વ્હીલર ઉપર આવે, આમ આદમી પાર્ટીના કાર્યકરની ગાડી સાથે ટચ કરે, ઝગડો કરે અને પછી એફઆઈઆર કરે દે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવાનું કામ કરવામાં આવે છે. મારી પાસે 45 જેટલી એફઆઈઆરનું લિસ્ટ છે, જેમાં ઓછામાં ઓછા 160 જેટલા કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીએ નિશાન બનાવ્યા છે. ખૂબ સ્પષ્ટ છે કે ભાજપ અત્યારે આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા સામે ગભરાઈ ગઈ છે. જ્યારે લોકો આજે એવું માને છે કે ગુજરાતમાં પરિવર્તન જરૂરી છે, ત્યારે એક વિકલ્પને કચડવાનું કામ ભાજપના સત્તામાં બેઠેલા નેતાઓ કરી રહ્યા છે. એટલી હદ સુધી ઉતરી આવ્યા છે કે રોજે સરેરાશ એક એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકરો પર થાય છે. કોંગ્રેસના કોઈ નેતા પર આવી એફઆઈઆર થતી નથી, જ્યારે ભાજપના અનેક નેતાઓ છે જે ગુનાહિત કામોમાં સંડોવાયેલા હોવા છતાં તેમની સામે કાર્યવાહી થતી નથી. ફરિયાદ નોંધાવવી પણ મુશ્કેલ બની જાય છે. અમે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે ભાજપે વર્ષોથી સત્તામાં રહેવા માટે પોલીસ તંત્રનો સૌથી વધુ દુરુપયોગ કર્યો છે. પોલીસ તંત્રને જનતાની સુરક્ષા માટે નહીં, પરંતુ જનતાને દબાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ગુનાઓ રોકવાનું કામ કરવામાં આવતું નથી. ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે એવી વાહિયાત વાતો કરવામાં આવે છે. પોલીસ આ ડ્રગ્સ આપણા યુવાનો સુધી પહોંચવા દે છે અને તેમને બરબાદ થવા દે છે. દારૂનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. તમામ જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે.

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને, યુવા ધનને બરબાદ કરવાની કામગીરી ભાજપ કરી રહી છે. તેમના પાસે જનતાના પ્રશ્નોના કોઈ જવાબ નથી, કોઈ વિકાસના ટકાઉ કામ બતાવવા માટે કંઈ નથી અને ગુજરાતના ભવિષ્ય માટે કોઈ સ્પષ્ટ વિઝન નથી. આવા લોકો આજે સત્તામાં બેઠેલા છે અને માત્ર પોલીસનો દુરૂપયોગ કરીને ગુજરાતની ગાદી પર ચિપકાયેલા રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ એફઆઈઆરનું લિસ્ટ જોવામાં આવે તો નાના નાના મુદ્દાઓમાં પણ કેસ કરવામાં આવે છે. પંચમહાલમાં, દાહોદમાં ત્રણ એફઆઈઆર, ગોધરામાં ત્રણ, કચ્છમાં ત્રણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચાર, વલસાડ અને નવસારીમાં ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે. અમદાવાદ, સુરત સહિત અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે નગરપાલિકાને સવાલ પૂછવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે જ ફરિયાદ નોંધાવી તેમને જેલમાં મોકલવામાં આવે છે. કચ્છમાં કાયનાત અન્સારીએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને પુરાવા તરીકે વિડિયો પણ રજૂ કર્યો હોવા છતાં અડ્ડો ચલાવનાર સામે કાર્યવાહી ન થઈ, પરંતુ સમાજ માટે કામ કરનાર ડોક્ટર મહિલાને પંદર દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે ખેડૂતોના મુદ્દે લડતા ખેડૂતો સામે પણ એફઆઈઆર કરવામાં આવી અને અનેક ખેડૂતોને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા. ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે ભાજપમાં બેઠેલા નેતાઓમાં કોઈ લાયકાત નથી અને ભાજપના કમળના નિશાન વગર જીતવાની તેમની ક્ષમતા નથી. ગૃહમંત્રીને પણ શરમ આવવી જોઈએ કે રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને દમન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ડરતા નથી. સુરત, અમદાવાદ, જામનગર સહિત અનેક સ્થળોએ ખોટા કેસો બનાવવામાં આવી રહ્યા છે. નાના અકસ્માતોને પણ ગુનામાં ફેરવી ગંભીર આરોપો મૂકવામાં આવે છે. નવસારીમાં પણ એક બનાવમાં સામાન્ય ઘટનાને રફ ડ્રાઈવિંગ અને મારવાની કોશિશ તરીકે રજૂ કરીને કાર્યકરોને પકડી લાવવામાં આવ્યા છે અને ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે એક જ પ્રકારની ચાર એફઆઈઆર બનાવવામાં આવે છે. એક્ટિવા લઈને આવવું, ગાડી સાથે એક્સિડન્ટ કરાવવો અને પછી એફઆઈઆર કરવી. ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાને ઘરે જઈને પોલીસ પહોંચે છે, એને ઘરેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારી પાસેથી 180 એમએલ દારૂનું ક્વાર્ટર મળ્યું છે. પોતાના ખિસ્સામાંથી લઈ જઈને ફરિયાદો કરવી અને ડરાવા-ધમકાવવાની કોશિશ કરવામાં આવે છે કે પાર્ટી છોડી દો. તેમણે વધુમાં જણાવ્યું કે અમરેલીમાં પણ અમારા કાર્યકરોના ઘરે જઈને પૂછવામાં આવે છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની લિસ્ટ આપો, નહિતર તમારા પર એફઆઈઆર કરવામાં આવશે. શું આ રીતે તમે ગુજરાતમાં ચૂંટણી જીતશો? શું આ રીતે તમે ગુજરાતની જનતાને પ્રતાડિત કરશો? તેમણે પ્રશ્ન કર્યો કે કોણ ચૂંટણી લડે છે એની સાથે તમારે શું લેવા-દેવા? તમે તમારા ચૂંટણીના મેદાનમાં આવો, પોલીસનો દુરુપયોગ શા માટે કરો છો? પોલીસનો દુરુપયોગ કરીને શું સાબિત કરવા માંગો છો? તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા સજ્જન લોકોને પણ આજે વિચારવાની જરૂર છે કે પાર્ટી દ્વારા આ રીતે આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આવનાર દિવસોમાં આ ત્રાસ દરેકના ઘરે પહોંચશે. આ રીતે લૂંટ અને દબાણ કરીને સત્તા ટકાવવી શક્ય નથી. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે તેમણે કહ્યું કે લોકતંત્રમાં અવાજ ઉઠાવવો અને સત્તામાં બેઠેલા લોકોને સવાલ પૂછવો એ જનતાનો અધિકાર છે, અને આ અધિકાર છીનવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જે ગુજરાતમાં સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે સમજદાર બની ગઈ છે અને આ પ્રકારની દાદાગીરી સહન નહીં કરે. વર્ષોથી વિવિધ આંદોલનો પાટીદાર, દલિત, ઠાકોર સમાજ દરમિયાન પણ કેસો કરીને લોકોને દબાવવાનો પ્રયાસ થયો છે. તેમણે જણાવ્યું કે જેટલા દિવસ આ રીતે સત્તાનો દુરુપયોગ કરશો, એટલા દિવસ જ તમારી સત્તા ટકી શકશે. ગુજરાતની જનતા બધું સમજે છે અને માફ નહીં કરે. ભગવાનથી ડરવું જોઈએ. વિકાસના કામો કરવા જોઈએ. ટકાઉ રોડ, મજબૂત પુલ, સારી શાળાઓ અને સારા દવાખાનાઓ બનાવવા જોઈએ. સામાન્ય લોકોને પ્રતાડિત કરીને જીતવાની રાજનીતિ હવે ચાલશે નહીં. અંતમાં તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે હવે શાંતિ રાખવાની જરૂર નથી, પરંતુ જાગૃત બનીને આ એફઆઈઆરની રાજનીતિ સામે લડવું પડશે. આમ આદમી પાર્ટી લડી રહી છે અને આગળ પણ લડશે. પાર્ટીનો કોઈ પણ કાર્યકર એફઆઈઆર, જેલ કે દમનથી ડરતો નથી. આ ગુજરાતની જનતાનો અવાજ છે અને તેને દબાવી શકાય તેમ નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

surat
April 01, 2026

"ગુજરાતમાં AAP કાર્યકરો પર ૪૫ ખોટી FIR, પોલીસ તંત્રનો થઈ રહ્યો છે દુરુપયોગ":મનોજ સોરઠિયા

સુરતમાં AAP નેતા મનોજ સોરઠિયાએ ભાજપ સરકાર પર ૧૬૦ કાર્યકરોને ખોટી FIR દ્વારા નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. ડ્રગ્સ, દારૂ અને પોલીસ દમન મુદ્દે સરકારને ઘેરી.

પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ
ahmedabad
April 01, 2026

પોરબંદરથી જામનગર સુધી AAP કાર્યકરો ટાર્ગેટ પર: પ્રવીણ રામે વીડિયો દ્વારા ગુજરાતની જનતાને કરી અપીલ

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે એક વીડિયો સંદેશ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારના ડરે ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં AAPના 160 થી વધુ કાર્યકરો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. પ્રવીણ રામે ભાવુક થઈને જણાવ્યું કે ભાજપે એક દિવ્યાંગ કાર્યકર્તા પર હુમલો કરાવી તેના પર જ ગંભીર કલમો લગાવી જેલમાં નાખ્યો છે. 

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ
ahmedabad
March 31, 2026

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દારૂ વેચાણને લઈને AAPનો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પસંદગીની હોટલોમાં દારૂના વેચાણની આંશિક છૂટ આપતા નવો વિવાદ વકર્યો છે. આ નિર્ણય સામે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગાંધીજીના આદર્શો પર ચાલતી આ પવિત્ર ભૂમિ પર દારૂનું વેચાણ શરૂ કરવું એ અત્યંત શરમજનક અને ખેદજનક છે.

Braking News

પ્રિયંકા ચોપરા કબૂલ કરે છે: હું દરરોજ માતૃત્વથી અભિભૂત છું
પ્રિયંકા ચોપરા કબૂલ કરે છે: હું દરરોજ માતૃત્વથી અભિભૂત છું
October 22, 2023

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક નવી મમ્મી તરીકેના તેના અનુભવો વિશે ખુલાસો કર્યો અને સ્વીકાર્યું કે તે "દરરોજ" અભિભૂત થાય છે. પીપલ મેગેઝિન સાથેની એક મુલાકાતમાં, સ્ટારે કહ્યું કે તે તેની પુત્રી માલતી મેરી માટે ભૂલો કરવા અને યોગ્ય કાર્ય કરવા વિશે ચિંતિત છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express