બાગાયતદાર ખેડૂત મિત્રોને બદલાતા વાતાવરણ (વાવાઝોડું/વરસાદ) ધ્યાને પગલાં લેવા અનુરોધ
હવામાન વિભાગ દ્વારા તેમજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાનું મૌસમ પુર્વાનુમાન બહાર પાડવામાં આવતું હોય છે. જેને આધારે ભારે પવન અને વરસાદની આગાહી માટે નીચે મુજબના પગલાં લેવા સૌ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.
અત્રેના જિલ્લાના બાગાયતી પાકો જેવા કે કેળ, પપૈયા, આંબા, જામફળ, લિંબુ વગેરે ને ટેકા આપવા,થડ આજુબાજુ માટી/પાળા ચઢાવવા, કેળ અને પપૈયા માટે ખેતરની ફરતે પવન અવરોધક
વાડ કરવી ખાસ જરૂરી છે.
ચોમાસા દમિયાન કેળ અને પપૈયાના બગીચામાં પાણી ન ભરાય રહે તે માટે નિતાર નિક બનાવવી, મે-જુન માસ દરમિયાન થડને ટેકો આપવા તેમજ અન્ય બાગાયતી પાકોના બગીચામાં પાણી ભરાય ન જાય એની કાળજી રાખવી, બાગાયતી પાકોમાં પિયત ટાળવું, બાગાયતી પાકોમાં રાસાયણિક દવાનો છંટ્કાવ ટાળવો, પરિપકવ પાક તુરંત ઉતારી લેવું અને સુરક્ષિત જગ્યાએ ખસેડી શોર્ટીગ ગ્રેડિંગ અને પેકિંગ કરી વેચાણની વ્યવસ્થા સત્વરે કરવું, એ.પી.એઁમ.સી તેમજ બાગાયતી પાકોના નિકાસ સાથે જોડાયેલ ખેડૂત અને વ્યાપારી મિત્રોને ખાસ જણાવવાનું કે નિકાસલક્ષી પાક ઉત્પાદને સુરક્ષિત સ્થાને ખસેડવો, રોગ જીવાતનો ઉપદ્રવ ઉદભવે તો નિયંત્રણનાં પગલા લેવા, મૌસમ એપ, મેધદુત એપ અને દામિની એપનો ઉપયોગ મૌસમ પુર્વાનુમાન અને સાવચેતી માટે કરવો.
વધુ માહિતી માટે આપના ગામના ગ્રામસેવક/આત્મા બી.ટી.એમ/એ.ટી.એમ તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી-નર્મદા ફોન નં.૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવો તેમજ દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષી યુનિવર્સિટીના સંપર્કમાં રહેવા નાયબ બાગાયત નિયામકશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એક યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.