Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

કામગીરીમાંથી આવક રૂ. 7,200.3 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 12.6% ની વૃદ્ધિ દર્શાવે છે, ચોખ્ખો નફો રૂ. 1,957.4 મિલિયન રહ્યો, વાર્ષિક ધોરણે 31.8%ની વૃદ્ધિ, ચોખ્ખા નફાનું માર્જિન 27.2%

Mumbai May 06, 2023
પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

હૈદરાબાદ : કેફિન ટેક્નોલોજીસ લિમિટેડે 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ અને ત્રિમાસિક ગાળા માટે તેના નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. 

નાણાંકીય વર્ષ 2023ના નાણાંકીય પ્રદર્શન પર એક નજરઃ

• કામગીરીમાંથી આવક રૂ. 7,200.3 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 12.6% ની વૃદ્ધિ દર્શાવે છે
• ચોખ્ખો નફો રૂ. 1,957.4 મિલિયન રહ્યો, વાર્ષિક ધોરણે 31.8%ની વૃદ્ધિ, ચોખ્ખા નફાનું માર્જિન 27.2%
• એબિટા રૂ. 2,980.4 મિલિયન, વાર્ષિક ધોરણે 3.5% વધી, એબિટા માર્જિન 41.4% રહ્યું
• ડાયલ્યુટેડ ઈપીએસ વાર્ષિક ધોરણે 23.1% વધીને રૂ. 11.52 પર રહી
• 31 માર્ચ, 2023 ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 3,090.9 મિલિયન રહ્યા
• એકંદર આવકમાં નોન-ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ આવકનો હિસ્સો નાણાંકીય વર્ષ 2023 માં વધીને 29% થયો જે નાણાંકીય વર્ષ 2022માં 26% હતો

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં નાણાંકીય પ્રદર્શન પર એક નજરઃ

• કામગીરીમાંથી આવક રૂ. 1,831.3 મિલિયન રહી હતી, જે વાર્ષિક ધોરણે 1.3% વધી અને ત્રિમાસિક ધોરણે 2.7% ઘટી
• એબિટા રૂ. 838.4 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 0.1% અને ત્રિમાસિક ધોરણે 3.9% વધી,એબિટા માર્જિન 45.8% રહ્યું
• ચોખ્ખો નફો રૂ. 570.2 મિલિયન રહ્યો જે વાર્ષિક ધોરણે 12.1% અને ત્રિમાસિક ધોરણે 6.8% વધ્યો હતો, ચોખ્ખા નફાનું માર્જિન 31.1% રહ્યું
• ડાયલ્યુટેડ ઈપીએ રૂ. 3.32 પર રહી જે વાર્ષિક ધોરણે 3.6% અને ત્રિમાસિક ધોરણે 5.2% વધી

વ્યાપારિક કામગીરી પર એક નજરઃ

• ભારતના પ્રથમ અને અગ્રણી એકાઉન્ટ એગ્રીગેટર OneMoneyમાં 25.63% હિસ્સો હસ્તગત કરીને એકાઉન્ટ એગ્રીગેટર વ્યવસાયમાં પ્રવેશ કર્યો
• કેફિનટેકની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફરિંગને વધારવા અને વેગ આપવા માટેWebileAppsમાં 100% હિસ્સો મેળવ્યો
• એકંદરે AAUM 2 માં વાર્ષિક ધોરણે 7.0% વૃદ્ધિ જોવાઈ જેની સામે ઉદ્યોગની વૃદ્ધિ 5.5% હતી,બજાર હિસ્સો 2 31.6% રહ્યો
• ઈક્વિટી AAUM 2 વાર્ષિક ધોરણે 8.7% વધી જેની સામે ઉદ્યોગની વૃદ્ધિ 10.5% હતી, બજાર હિસ્સો 2 34.5% રહ્યો
• નાણાંકીય વર્ષ 2023માં ઇશ્યુઅર સોલ્યુશન્સ બિઝનેસે રૂ. 100 કરોડની આવકનો મુખ્યસીમાચિહ્ન પાર કર્યો
• વૈકલ્પિક ફંડ્સ 3 ની સંખ્યા 411 રહી, નાણાંકીય વર્ષ 2023 દરમિયાન 143 નવા ફંડ ઉમેર્યા,બજાર હિસ્સો 3 37.4% રહ્યો
• PWM/PMS ક્લાયન્ટ્સ માટે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ડિજિટલ ઓનબોર્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું
• સિંગાપોરમાં પ્રથમ ફંડ એડમિનિસ્ટ્રેશન સોદો જીત્યો 4
• NPS સબ્સ્ક્રાઇબર બેઝ વાર્ષિક ધોરણે 28.0% વધીને 0.96 મિલિયન 3 રહ્યો જેની સામે ઉદ્યોગ માટે બેઝ વાર્ષિક ધોરણે 13.6% વૃદ્ધિ પામ્યો
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતા, કેફિન ટેક્નોલોજીસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી શ્રીકાંત નાડેલાએ જણાવ્યું હતું કે, “નાણાંકીય વર્ષ 2022-23 કેફિનટેકની સફરમાં સીમાચિહ્નરૂપ વર્ષ રહ્યું છે, કારણ કે અમે કંપનીને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સફળતાપૂર્વક
લિસ્ટ કરી છે. 

અમે સમગ્ર ભૌગોલિક વિસ્તારોમાં અમારા નાના અને ઝડપથી વિકસતા વ્યવસાયોમાં રોકાણ કરીને વૈવિધ્યીકરણ અને વ્યાપક આધાર વૃદ્ધિ માટેની અમારી વ્યૂહરચનાનો અમલ ઝડપી બનાવ્યો છે. અમે વૈશ્વિક સ્તરે સુસંગત બનવાની અમારી આકાંક્ષાઓને ઝડપી બનાવવા માટે ભારતમાં અને વિદેશમાં નવા ગ્રાહકોને જીતવા માટે હેક્સાગ્રામની ફંડ એડમિનિસ્ટ્રેશન ક્ષમતાઓને સફળતાપૂર્વક સંકલિત કરી છે. એકાઉન્ટ એગ્રીગેટર ઉદ્યોગની વિકસતી ઇકોસિસ્ટમમાં મોટી પ્રગતિ કરવા અને અમારા ગ્રાહકો, ભાગીદારો અને શેરહોલ્ડરો માટે વિશિષ્ટ મૂલ્ય ઉમેરવા માટે અમારી ડિજિટલ ક્ષમતાને એકીકૃત કરવા અમે બે નવા વ્યવસાયોમાં રોકાણ કર્યું છે - OneMoney અને WebileApps. કરકસરયુક્ત અને અસરકારક ઇજનેરી પ્રેક્ટિસ સાથે પ્રતિભા સંલગ્નતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાએ અમને અસ્થિર બજારો અને ફુગાવાના વલણો છતાં સંતોષકારક રીતે નાણાંકીય વર્ષની કામગીરી પૂરી કરવામાં મદદ કરી છે.”

'અમે સિનર્જિસ્ટિક ઈનઓર્ગેનિક તકોને અનુસરવા ઉપરાંત ટેક્નોલોજીની આગેવાની હેઠળની નવીનતા અને અમલીકરણ ક્ષમતાઓની અમારી મુખ્ય શક્તિમાં રોકાણ કરીને અમારી નેતૃત્વ સ્થિતિને વધારવા માટે કેન્દ્રિત છીએ' એમ તેમણે ઉમેર્યુ હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

MP Bus Accident : હાઈસ્પીડ બસ બેકાબૂ થઈ પુલ નીચે પડતા 22 લોકોના કમકમાટીભર્યા મોત
MP Bus Accident : હાઈસ્પીડ બસ બેકાબૂ થઈ પુલ નીચે પડતા 22 લોકોના કમકમાટીભર્યા મોત
May 09, 2023

ખરગોનમાં બ્રિજ પરથી બસ નીચે પડી, 22 મુસાફરોના મોત થયા, 30 લોકો ઘાયલ, અકસ્માતનો મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ કરાયો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express