રોહિત શર્માએ શાહિદ આફ્રિદીના શાસનનો અંત કર્યો, એશિયાનો સિક્સર કિંગ બન્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ODI એશિયા કપના ઈતિહાસમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. તે હવે એશિયાનો નવો સિક્સર કિંગ બની ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના શાસનનો અંત લાવ્યો. ચાલો જોઈએ ODI એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર ટોપ 5 ખેલાડીઓની યાદી:-
1- હવે આ લિસ્ટમાં રોહિત શર્મા ટોપ પર આવી ગયો છે, તેણે ODI એશિયા કપમાં સૌથી વધુ સિક્સ ફટકારીને શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે. રોહિતે એશિયા કપ 2023માં શ્રીલંકા સામે પ્રથમ છગ્ગો ફટકારતાની સાથે જ 27 છગ્ગા પોતાના નામે કરી લીધા હતા.
2- શાહિદ આફ્રિદીના નામે ODI એશિયા કપમાં કુલ 26 સિક્સર છે. આ લિસ્ટમાં તે ઘણા સમયથી ટોપ પર હતો પરંતુ રોહિત શર્માએ તેના શાસનનો અંત લાવી દીધો છે.
3- આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ સ્ટાર સનથ જયસૂર્યાનું નામ ત્રીજા સ્થાને છે. ઓડીઆઈ એશિયા કપમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીએ કુલ 23 છગ્ગા ફટકાર્યા હતા.
4- ભારતીય ટીમના પૂર્વ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાનું નામ આ યાદીમાં ચોથા સ્થાન પર છે. ODI એશિયા કપમાં તેના નામે કુલ 18 સિક્સર છે.
5- આ ODI એશિયા કપ દરમિયાન આ લિસ્ટમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીનું નામ પણ સામે આવ્યું છે. તેણે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કુલ 13 સિક્સર ફટકારી છે.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.