Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે 9M FY26માં ₹10,769 કરોડ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ સાથે 14.5% વૃદ્ધિ નોંધાવી – ઈન્ડસ્ટ્રીના 8.7% કરતાં 1.7 ગણી ઝડપી. એક્સ-ક્રોપ ગ્રોથ 25.5%, હેલ્થ 29%, પર્સનલ એક્સિડન્ટ 49%. PAT ₹522 કરોડ, લોસ રેશિયો 78.5% (ગત વર્ષ 84.3%), સોલ્વન્સી 2.12x. માર્કેટ શેર 6.64% વધ્યો. MD નવીનચંદ્ર જ્હા અને CFO જિતેન્દ્ર અત્રાની ટિપ્પણી સાથે વિગતો અહીં વાંચો.

Mumbai January 31, 2026
એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો

મુંબઈ : ભારતની અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામો તેને ભારતની ઝડપથી ઉભરતી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તેના મજબૂત ગ્રોથને ચાલુ રાખતાં કંપનીએ રૂ. 10769 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ નોંધાવ્યા છે, જે વાર્ષિક ધોરણે 14.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઈન્ડસ્ટ્રીના 8.7 ટકા ગ્રોથ કરતાં વધુ છે. એક્સ-ક્રોપ બિઝનેસ ગ્રોથ ઈન્ડસ્ટ્રીના 13.1 ટકાની તુલનાએ 25.5 ટકા નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં મજબૂત પફોર્મન્સ તેના મુખ્ય બિઝનેસ- હેલ્થમાં 29 ટકા, પર્સનલ એક્સિડન્ટમાં 49 ટકા, મોટરમાં 19 ટકા અને ફાયરમાં 13 ટકા ગ્રોથ સાથે સતત ગ્રોથને પ્રેરિત છે. આ સેગમેન્ટે એકસાથે મળી કંપનીના વિસ્તરણ, ઓપરેશનલ શ્રેષ્ઠતા, અને ગ્રાહક કેન્દ્રિત ઈનોવેશન પર ફોકસને વેગ આપ્યો છે. વધુમાં કંપનીનો પ્રાઈવેટ અને SAHI કંપનીઓમાં માર્કેટ હિસ્સો 9M FY25 માં 6.25 ટકાથી વધી 9M FY26માં 6.64 ટકા થયો છે.

કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 522 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, તેનો લોસ રેશિયો સુધરી 78.5 ટકા થયો છે. જે ગતવર્ષે સમાન ગાળામાં 84.3 ટકા હતો. વધુમાં સોલ્વન્સી રેશિયો 2.12 ગણો નોંધાયો છે. જે રેગ્યુલેટરીના લઘુત્તમ 1.50 ગણા રેશિયો કરતાં મજબૂત સ્થિતિમાં છે. જે કંપનીના મજબૂત નાણાકીય પાયા પર ભાર મૂકે છે.

કંપનીના પર્ફોર્મન્સ અંગે ટિપ્પણી કરતા એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી નવીનચંદ્ર જ્હાંએ જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ-26ના પ્રથમ નવ મહિનામાં અમારી નાણાકીય કામગીરી અમે ભવિષ્ય માટે જે પાયાનું નિર્માણ કરી રહ્યા છીએ તેની મજબૂતાઈ દર્શાવે છે. નાણાકીય વર્ષ-26ના નવ મહિનામાં અમે ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણો ઝડપી અને ખાનગી અને SAHI કંપનીઓ કરતાં 1.9 ગણો ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 10,769 કરોડનો GDP નોંધાવ્યો છે. આ વૃદ્ધિ ફક્ત સ્કેલ સુધી સીમિત નથી, પરંતુ એક સ્થિતિસ્થાપક, ટેકનોલોજી-આધારિત અને ગ્રાહક-કેન્દ્રિત ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુશન્સ સુધી વિસ્તરિત છે. અમે અમારા મુખ્ય પોર્ટફોલિયોને મજબૂત બનાવતાં ગ્રાહકોના વિશ્વાસને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ, અમે ભારતના વિકસતા જોખમી પડકારો સામે સુરક્ષાની ખાતરી આપતાં ટકાઉ મૂલ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સના સીએફઓ શ્રી જિતેન્દ્ર અત્રાએ ઉમેર્યું હતું

“અમારી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસની કામગીરી અમારી જોખમ વ્યવસ્થાપન માળખુ, સંચાલન શિસ્ત અને લાંબાગાળાની નાણાકીય વ્યૂહરચનાની અસરકારકતા દર્શાવે છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં 84.3% લોસ રેશિયોમાં ઘટાડો કરી આ વર્ષે 78.5%નો સુધારો દર્શાવ્યો છે. જે અંડરરાઇટિંગમાં સુધારો, સુધારેલી જોખમ પસંદગી, વધુ સારા ક્લેમ મેનેજમેન્ટ અને વધેલી કાર્યકારી કાર્યક્ષમતાનો પુરાવો છે. અમારું ધ્યાન ટકાઉ નફાકારકતાને વેગ, મૂડી કાર્યક્ષમતાને મજબૂત અને ગતિશીલ બજારમાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે લાંબા ગાળાના મૂલ્યોનું સર્જન કરવા પર છે. જે અમને આર્થિક રીતે મજબૂત સંસ્થા તરીકે કામ કરવા પ્રેરે છે.”

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ ટેકનોલોજીમાં કેન્દ્રિત રોકાણો, ઈનોવેટિવ પ્રોડક્ટ્સ, ગ્રાહક અનુભવ પર સતત ભાર અને શિસ્તબદ્ધ કાર્યકારી નીતિઓના અમલીકરણ મારફત ગ્રોથ મોમેન્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.  સારી રીતે સંતુલિત બિઝનેસ પોર્ટફોલિયો અને સ્કેલેબલ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત કંપની લાંબા ગાળાના નફાકારકતા માટે સ્થિર પાયો બનાવી રહી છે તેની બજાર હાજરીને પણ સતત વિસ્તૃત કરી રહી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

મ્યુઝિક કમ્પોઝર-સિંગર અનુ મલિક જામનગરમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં જોડાયા
મ્યુઝિક કમ્પોઝર-સિંગર અનુ મલિક જામનગરમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં જોડાયા
March 01, 2024

જામનગરમાં અનુ મલિક અને પરિવારની કૃપાથી અનંત અંબાણીના લગ્ન ઉત્સવમાં ઉત્સવના માહોલમાં ડૂબકી લગાવો. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express