Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો SWAGAT ઓનલાઇન કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાગતના માધ્યમથી 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ.

Gandhinagar September 02, 2025
SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર

ગુજરાત સરકાર છેલ્લા બે દાયકામાં જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી વિવિધ પહેલોને અમલી બનાવવામાં મોખરે રહી છે. સુશાસનને પ્રોત્સાહિત કરનારી આવી જ એક પહેલ છે- SWAGAT એટલે કે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય ઍપ્લિકેશન ઑફ ટેક્નોલૉજી. વર્ષ 2003માં જ્યારે વિશ્વ ડિજિટલ ક્રાંતિ માટે તૈયાર થઇ રહ્યું હતું, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સામાન્ય જનતા અને વહીવટીતંત્ર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલૉજીમાં રહેલી ક્ષમતાનો અહેસાસ થયો અને તેમણે સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના સામાન્ય નાગરિકો પોતાની ફરિયાદોની રજૂઆત સીધી જ મુખ્યમંત્રી સમક્ષ કરી શકે છે.

નોંધનીય છે કે, સ્વાગત કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યારસુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નાગરિકો દ્વારા કુલ 15,84,535 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી 15,79,002 ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

SWAGAT: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં 2,39,934 પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સ્વાગત કાર્યક્રમની બાગડોર સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ સ્વાગત કાર્યક્રમ મારફતે રાજ્યના નાગરિકોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. દર મહિનાના ચોથા ગુરૂવારે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રીશ્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે અને તેની સમીક્ષા કરીને તેનું નિરાકરણ લાવે છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં કુલ 2,39,934 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા ભરતભાઈ કાબાભાઈ ખોડીફાડને પોતાના જ પ્લોટની માલિકી સત્તાવાર રીતે મળી ન હતી. મહુવા નગરપાલિકાએ ગરીબ લોકોને પ્લોટ ફાળવવા માટે ભરતભાઈના દાદાની 9 એકરની જમીન સંપાદન કરેલી હતી. આ જમીન પૈકી તેમને મળવાપાત્ર રહેણાંકની જમીનનો કબજો નગરપાલિકાએ સુપરત કર્યો ન હતો. આ જમીન તેમને રહેણાંક હેતુ માટે ફાળવવાનો ઠરાવ વર્ષ 1967માં નગરપાલિકાએ કર્યો હતો. જોકે, તેમના વડવાઓની અજ્ઞાનતાને લીધે જમીન પરના મકાનનો દસ્તાવેજ કરાવેલ ન હતો. તેમણે જ્યારે દસ્તાવેજ કરાવવા માટે નગરપાલિકા પાસે પરમિશન માગી ત્યારે તેમને ફરીથી વિભાગની મંજૂરી લેવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરતભાઈએ મકાન પોતાના નામે કરાવવા માટે તાલુકા, જિલ્લા અને છેલ્લે રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરી હતી.
ભરતભાઈ કહે છે કે, “મુખ્યમંત્રીશ્રીએ મિત્રભાવે મારી ફરિયાદ સાંભળી અને તેમણે આ મુદ્દે સંબંધિત અધિકારીઓને જમીનનો દસ્તાવેજ કરી આપવા સૂચના આપી હતી. આમ, મુખ્યમંત્રીશ્રીના હસ્તક્ષેપના કારણે મારો વર્ષો જૂનો મુદ્દો ઉકેલાઈ ગયો અને મારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે જે લોનની જરૂર હતી, એની પ્રક્રિયા અમે કરી શક્યા.”

કેવી રીતે કાર્ય કરે છે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ?

ઉલ્લેખનીય છે કે, સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી પોતે જનતાની ફરિયાદો સાંભળે છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની ફરિયાદો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અને તેને સમકક્ષ વર્ગ-૧ના ઑફિસર સમક્ષ નાગરિકો પોતાની ફરિયાદો રજૂ કરે છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોએ દરેક મહિનાની 1થી 10 તારીખ દરમિયાન પોતાની અરજી તલાટી / મંત્રીને આપવાની રહે છે. આ અરજીઓને ત્યારબાદ તાલુકા સ્વાગતમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને પછી તેમનો નિકાલ કરવામાં આવે છે.
 આ ઉપરાંત, રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો રૂબરૂ અથવા ટપાલ કે પોસ્ટ દ્વારા પણ માન. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને મોકલાવે છે. આ અરજીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સંબંધિત જિલ્લાને મોકલીને લોકોના પ્રશ્નો સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે જ, વર્ષ 2021માં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા WTC (Write to CMO- સીએમઓને લખો)  ઓનલાઇન ગ્રીવાન્સ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ પોર્ટલ મારફતે નાગરિકો પોતાની ફરિયાદો સીધી મુખ્યમંત્રીના કાર્યાલયને મોકલાવી શકે છે. રાજ્યના નાગરિકોની સમસ્યાઓને દૂર કરીને તેમને ઇઝ ઑફ લિવિંગ આપવા માટે ગુજરાત સરકાર હંમેશાં પ્રતિબદ્ધ છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ટ્યુનિશિયામાં યહૂદી ધર્મસ્થાન પાસે ફાયરિંગ, હુમલાખોર સહિત ચારના મોત, 10 ઘાયલ
ટ્યુનિશિયામાં યહૂદી ધર્મસ્થાન પાસે ફાયરિંગ, હુમલાખોર સહિત ચારના મોત, 10 ઘાયલ
May 10, 2023

ગોળીબાર જેરબામાં 2,500 વર્ષ જૂના ગ્રીબા પૂજા ઘરની નજીક થયો હતો. જેરબામાં મોટી સંખ્યામાં યહૂદીઓ રહે છે. આ હુમલો વાર્ષિક યાત્રા દરમિયાન થયો હતો. આ સમય દરમિયાન વિશ્વભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જેરબા આવે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express