સેમસંગનો ધડાકો: ભારતમા લોન્ચ થયા Galaxy A57 5G અને A37 5G, જાણો કિંમત અને આકર્ષક ઓફર્સ
ભારતની અગ્રણી ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં Galaxy A57 5G અને Galaxy A37 5G સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ નવા સ્માર્ટફોન્સ 6.9mm ની સ્લિમ ડિઝાઇન, એલ્યુમિનિયમ ફ્રેમ અને IP68 રેટિંગ સાથે આવે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે તેમાં 50MP OIS કેમેરા અને AI-પાવર્ડ એડિટિંગ ટૂલ્સ આપવામાં આવ્યા છે.
ગુરુગ્રામ, ભારત, 31 માર્ચ, 2026 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફોટોગ્રાફી, પરફોર્મન્સ, AI - એનેબલ્ડ રોજબરોજના ફીચર્સ અને ટકાઉપણાને અગ્રતા આપતા યુવા યુઝર્સ માટે ગેલેક્સી A સિરીઝમાં નવીનતમ ઉમેરો ગેલેક્સી A57 5G અને ગેલેક્સી A37 5G આજે રજૂ કર્યા છે.
એલ્યુમિનિયમ ફ્રેમ અને 6.9mm સાથે આવતા ગેલેક્સી A575G હમણાં સુધીના સૌથી સ્લિમ ગેલેક્સી A સિરીઝ ડિવાઈસ સાથે આવે છે. ગેલેક્સી A575G પર સ્લિમર બેઝલ્સ ડિવાઈસનું વિઝ્યુઅલ બેલેન્સ સુધારે છે અને વધુ રોમાંચક વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે.
ગેલેક્સી A57 5Gમાં 120Hz રિફ્રેશ રેટની વિશિષ્ટતા છે અને 1900nits પીક બ્રાઈટનેસ સાથે વિઝન બૂસ્ટર ટેકનોલોજી સાથે આવે છે, જે યુઝર્સને આઉટડોર સ્થિતિઓમાં કન્ટેન્ટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને HDR કન્ટેન્ટ માણે છે. ગેલેક્સી A57 5G અને ગેલેક્સી A37 5G ફ્રન્ટ અને બેક પર ગોરિલા ગ્લાસસ વિક્ટસ+ સાથે આવે છે, જે ઘસારા અને પડી જવા સામે પ્રતિરોધકતા સુધારે છે. ડિવાઈસીસ પાણી અને ધૂળ સામે સુરક્ષા માટે IP68 રેટિંગ પણ ધરાવે છે. ગેલેક્સી A57 5G and A37 5G છ એન્ડ્રોઈડ OS અપગ્રેડ્સ અને છ વર્ષની સિક્યુરિટી સાથે ટકાઉ નિર્માણ કરાયા છે.
ગેલેક્સી A57 5G અને ગેલેક્સી A37 5G ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે 50MP મેઈન કેમેરા અને 1.0µm (માઈક્રોન) બિગ પિક્સેલ સેન્સર સાથે આવે છે, જે બહેતર ઈમેજ સિગ્નલ પ્રોસેસિંગ (ISP) અને લો નોઈઝ મોડ સાથે પૅર્ડ છે. પરિણામ ઓછા પ્રકાશના વાતાવરણમાં તીક્ષ્ણ બારીકાઈ સાથે વધુ બ્રાઈટ ફોટોમાં પરિણમે છે.
ગેલેક્સી A57 5G 50MP મેઈન કેમેરા, 12MP અલ્ટ્રા- વાઈડ કેમેરા અને 5MP મેક્રો કેમેરા ધરાવે છે. ગેલેક્સી A37 5Gમાં 50MP મેઈન કેમેરા, 8MP અલ્ટ્રા- વાઈડ કેમેરા અને 5MP મેક્રો કેમેરા ધરાવે છે. બંને ડિવાઈસીસ સ્પષ્ટ સેલ્ફીઓ અને વિડિયો કોલ્સ માટે 12MP HDR ફ્રન્ટ કેમેરા ધરાવે છે.
નવી A સિરીઝ પર કેમેરા સોફ્ટવેરમાં AI- પ્રેરિત એડિટિંગ ટૂલ્સનો પણ સમાવેશ થાય છે. બેસ્ટફેસ ફીચર પાંચ લોકો સુધી ટેકો આપે છે, જે યુઝર્સને ગ્રુપ શોટમાં દરેક વ્યક્તિના ઉત્તમ ફેશિયલ હાવભાવ ચૂંટવા મદદ કરે છે. ઓબ્જેક્ટ ઈરેઝર ટૂલ ડિવાઈસ પર ચાલે છે અને 33 ટકા ઝડપી છે, જે યુઝર્સને ઈન્ટરનેટ જોડાણ વિના ઈમેજીસમાંથી અનિચ્છનીય એલીમેન્ટ્સ દૂર કરવા અભિમુખ બનાવે છે.
ગેલેક્સી A57 5Gમાં Exynos 1680 છે, જે 33 ટકા ઉચ્ચ NPU પ્રદાન કરે છે, જ્યારે ગેલેક્સી A37 5G Exynos 1480 દ્વારા પાવર્ડ છે, જે ઝડપી ઓન- ડિવાઈસ AI ટાસ્ક્સ માટે NPU પરફોર્મન્સમાં 162 ટા સુધારણા પ્રદાન કરે છે. બંને ડિવાઈસીસ LPDDR5X RAM અને UFS 3.1 સ્ટોરેજ સાથે આવે છે, જે એપ્લિકેશન લોડ ટાઈમ ઘટાડે છે અને ફાઈનલ ટ્રાન્સફર સ્પીડ્સ સુધારે છે.
ગેલેક્સી A57 5Gમાં ફ્લેગશિપ આકારની વેપર કૂલિંગ ચેમ્બર છે, જે વિસ્તારિત ગેમિંગ અથવા હેવી વર્કલોડ્સ દરમિયાન ગરમીનું વ્યવસ્થાપન કરવા માટે ગત જનરેશન્સ કરતાં 13 ટકા વધુ લાર્જ છે.
ગેલેક્સી A57 5G અને Galaxy A37 5G 5000mAh બેટરી ધરાવે છે, જે 2 દિવસ સુધી ચાલી શખે છે. 45W ચાર્જિંગ સપોર્ટ સાથે નવાં ડિવાઈસીસ 30 મિનિટમાં 60 ટકા બેટરી સુધી પહોંચે છે.
ગેલેક્સી A57 5G અને ગેલેક્સી A37 5G One UI 8.5 રન કરે છે, જે રોજબરોજનાં કામોને ટેકો આપવા માટે તૈયાર કરાયેલાં સેમસંગ બિક્સબી, જેમિની અને પર્પ્લેક્સિટી એવા AI- પ્રેરિત ટૂલ્સને ઈન્ટીગ્રેટ કરે છે. મલ્ટી- ઓબ્જેક્ટ રેકગ્નિશન સાથે બહેતર સર્કલ ટુ સર્ચ યુઝર્સને સ્ક્રીન પરથી સીધા જ ઓબ્જેક્ટ્સ સર્ચ કરવામાં અને સંબંધિત માહિતી કે સમકક્ષ પ્રોડક્ટો શોધવામાં મદદ કરે છે.
ડાયરેક્ટ વોઈસમેઈલ નેટવર્ક ઓપરેટરની વોઈસ મેઈલ સિસ્ટમ પર આધાર રાખ્યા વિના ડિવાઈસ પર સીધા જ સ્ટોર કરવામાં મદદરૂપ થાય છે. વોઈસ ટ્રાન્સક્રિપ્શન વોઈસ રેકોર્ડર એપ માટે નવું છે, જે તેને કોલ રેકોર્ડિંગ્સ ઝડપથી ટ્રાન્સક્રાઈબિંગ અને ટ્રાન્સલેટિંગ કરીને મિટિંગ્સ, લેક્ચર્સ અથવા કોલ્સમાંથી મહત્ત્વપૂર્ણ વિગતોની રિવિઝિટ કરવાનું અને વોઈસમેઈલ ઓડિયોને ટેક્સ્ટમાં ફેરવવાનું આસાન બનાવે છે. અસલ સમયમાં કોલ ટ્રાન્સક્રિપ્શન વોઈસ વાર્તાલાપને કોલ્સ દરમિયાન ઓન-સ્ક્રીન ટેક્સ્ટમાં ફેરવે છે.
સેમસંગ નોક્સ વોલ્ટ સાથે ગેલેક્સી A57 5G અને A37 5G આવે છે, જે સમર્પિત ચેડા પ્રતિરોધક હાર્ડવેરમાં ડેટાનો સંગ્રહ કરે છે અને હાર્ડવેર સ્તરે હુમલા માટે મોનિટર કરે છે. ડિવાઈસીસમાં સોફ્ટવેર સ્તરનું રક્ષણ પણ સમાવિષ્ટ છે, જે ડેટા ભંગના કિસ્સામા યુઝર્સને એલર્ટ કરે છે.
ગેલેક્સી A57 5G અને ગેલેક્સી A37 5G રિટેઈલ સ્ટોર્સ, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Samsung.com અને અન્ય ઓનલાઈન મંચોમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો ત્રણ આકર્ષક ઓફરમાંથી પસંદગી કરી શકે છેઃ INR 3000 બેન્ક /UPI કેશબેક અથવા 24 મહિનાનું શૂન્ય વ્યાજ, શૂન્ય ડાઉન પેમેન્ટ EMI પ્લાન અથવા INR 3000 અપગ્રેડ બોનસ.
ઓપ્પો વોચ એસ વૈશ્વિક લોન્ચ થઈ. 1.46-ઇંચ AMOLED સ્ક્રીન (3000 nits), 10 દિવસ બેટરી, 100+ સ્પોર્ટ્સ મોડ્સ, હાર્ટ રેટ + SpO2 + તાપમાન ટ્રેકિંગ, IP68 + 5ATM વોટર રેઝિસ્ટન્સ. કિંમત €209થી શરૂ (જર્મની €259) – ફેન્ટમ બ્લેક અને સિલ્વર ગ્લોમાં ઉપલબ્ધ. વિગતો જુઓ.
Apple એક સસ્તું MacBook લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે જે સસ્તા ભાવે macOS અનુભવ પ્રદાન કરશે. તેની કિંમત વર્તમાન MacBook Air કરતા ઓછી હશે. ચાલો જાણીએ કે કિંમત વિશે શું અહેવાલો સૂચવે છે અને સૌથી સસ્તું MacBook ક્યારે લોન્ચ થવાની અપેક્ષા છે?
Realme ભારતમાં બેટરી કિંગ બનવા તૈયાર છે! કંપનીનો નવો P Series સ્માર્ટફોન BIS સર્ટિફિકેશન વેબસાઇટ પર જોવા મળ્યો છે, જેમાં 10,000mAhની જાયન્ટ બેટરી હોવાની મોટી અપેક્ષા છે. ટિપસ્ટર યોગેશ બ્રાર અનુસાર, આ ફોન જાન્યુઆરી 2026ના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન વર્તમાન Realme P4x 5G કરતાં ઘણો વધુ શક્તિશાળી (3,000mAh વધુ બેટરી) હશે અને મિડ-રેન્જ સેગમેન્ટમાં મોટી હલચલ મચાવી શકે છે.