એશિયન પેઇન્ટ્સની સીઝન-9 આવી ગઈ! 5 સેલિબ્રિટી હોમ ટૂર – સોનાક્ષી-ઝાહિરથી ગૌતમ ગંભીર સુધી, જુઓ ઘરની અંદરની વાત
એશિયન પેઇન્ટ્સ 'વ્હેર ધ હાર્ટ ઇઝ' સીઝન-9 આવી ગઈ! 5 સેલિબ્રિટી હોમ ટૂર – સોનાક્ષી સિંહા-ઝાહિર ઇકબાલનું પેન્ટહાઉસ, ગૌતમ ગંભીરનું શાંત ઘર, કીર્તિ સુરેશ-એન્ટોનીનું વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટ, અર્ચના-પરમીત અને અમન-પ્રિયાના ઘરો. 'પેઇન્ટ્સ વ્હેર ધ હાર્ટ ઇઝ લુકબુક' સાથે તમારા ઘર માટે પરફેક્ટ રંગ-ડેકોર આઈડિયા. વાંચો વિગતો.
એશિયન પેઇન્ટ્સ, ભારતની અગ્રણી પેઇન્ટ અને ડેકોર કંપની, તેની લોકપ્રિય હોમ ડેકોર અને સ્ટોરીટેલિંગ શ્રેણી, એશિયન પેઇન્ટ્સ વ્હેર ધ હાર્ટ ઇઝની 9મી સીઝન સાથે પરત આવી છે. આ સીઝનમાં ભારતના કેટલાક પ્રતિષ્ઠિત હસ્તીઓના પાંચ ઘરોને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સોનાક્ષી સિંહા અને ઝાહિર ઇકબાલ, ગૌતમ ગંભીર, કીર્તિ સુરેશ અને એન્ટોની થાટ્ટિલ, અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી, તેમજ અમન અને પ્રિયા ગુપ્તાનો સમાવેશ થાય છે. જ્યારે દરેક ઘરની શૈલી, ભૌગોલિક્તા અને વ્યક્તિત્વની દૃષ્ટિએ અલગ છે, તેની સાથે તેની હૂંફ, વાસ્તવિક્તા અને મજબૂત ભાવનાત્મક જોડાણ પણ સમાયેલું છે.
દર્શકો એવા ઘરોમાં પ્રવેશ કરે છે, જે અત્યંત જીવંત અને અંગતપણાની અનુભૂતિ આપે છે, જે અંદર જીવાયેલી જિંદગીઓથી ઘડાયેલું છે. અર્ચના અને પરમીત દર્શકોને મઢમાં આવેલા તેમના એંગ્લો-સ્પેનિશ પરંપરાથી પ્રેરિત ઘરમાં આમંત્રિત કરે છે, જે સમય સાથે નરમાઈથી વિકસ્યું છે, જે પરિવારિક વાતાવરણ, કુદરત તથા સહિયારી યાદોમાં મૂળ ધરાવે છે. કીર્તિ અને એન્ટોનીનું વાઇબ્રન્ટ કોચી એપાર્ટમેન્ટ રંગ અને ભાવનાથી તેના સ્વાભાવિક જોડાણને પ્રતિબિંબિત કરે છે. સોનાક્ષી અને જાહીર તેમના પેન્ટહાઉસ ‘સાદા’ના દ્વાર ખોલે છે, જે એક એવું ઘર જેમાં અનેક મૂડ્સ સમાયેલા છે, જીવંત વાતચીતથી લઈને શાંત, યાદોથી ભરેલા ખૂણાઓ છે.
ગૌતમનું શાંત, પ્રકાશભર્યું ઘર તેના જાહેર વ્યક્તિત્વથી અત્યંત વિપરિત છે. આ જગ્યા શાંત શિસ્ત અને નિર્વિકાર પળો માટે રચવામાં આવી છે, જ્યાં ક્રિકેટના સંસ્મરણો માટે વિચારપૂર્વક ડિઝાઇન કરેલો કોર્નર એ કોઇ અચિવમેન્ટની જગ્યાએ વારસાગત શ્રદ્ધાંજલિ બની જાય છે. જ્યારે અમન અને પ્રિયાનું ગુડગાંવ સ્થિત ઘર સરળ, સર્જનાત્મકતા અને સાથે વિતાવેલા સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યાઓમાં બાળકો નિર્ભયતાથી દોડે છે અને વાતચીત સ્વાભાવિક રીતે વહેતી રહે છે. પાંચેય ઘરોમાં જે વાત સ્પષ્ટપણે સામે આવે છે, તે પરિપૂર્ણતા નહીં પરંતુ અંગત છે; પ્રેમથી ઘડાયેલા, જીવનના જીવંત પળોથી ભરેલા સ્થળો અને એ વિશ્વાસ કે ઘર ખરેખર એમા રહેતા લોકોનું જ હોય છે.
રામ ચરણ-જાહ્નવી કપૂરની "પેડ્ડી" ફિલ્મનું ગીત "ચિકિરી ચિકિરી" ફિલ્મ રિલીઝ પહેલાં જ સુપરહિટ – 50 મિલિયન+ વ્યૂઝ, એ.આર. રહેમાનનું સંગીત અને રીલ્સ/ડાન્સ ચેલેન્જમાં ટ્રેન્ડિંગ! ગીતની ઉર્જા અને કેમિસ્ટ્રીએ ચાહકોને દિવાના બનાવ્યા. 2026ની સૌથી મોટી ફિલ્મની રાહ જોવાઈ રહી છે. વિગતો જુઓ.
'દો દીવાને શહેર મેં' ના ટ્રેલર લોન્ચ પર મૃણાલ ઠાકુર થઈ ભાવુક. સુંદરતાના માપદંડો અને અસુરક્ષા પર કરી દિલ ખોલીને વાત. જાણો રિલીઝ ડેટ.
Tv Actors On Netflix: 2026માં નેટફ્લિક્સ પર TV સ્ટાર્સનું ધમાકો. જેનિફર વિંગેટ તલાશમાં, તેજસ્વી પ્રકાશ-કરણ કુન્દ્રા ડેસી બ્લિંગમાં, શાહીર શેખ-મોહિત મલિક યે દિલ સુન રહા હૈમાં અને અર્જુન બિજલાની-હેલી શાહ ચુંબકમાં. પૂરી ડિટેઇલ્સ અહીં જુઓ.