Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, રાજ્ય પોલીસ વડા ડૉ. રાવ કચ્છ પહોંચશે

ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, રાજ્ય પોલીસ વડા ડૉ. રાવ કચ્છ પહોંચશે

રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ 21-22 ફેબ્રુઆરીએ કચ્છ પ્રવાસે જશે! ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, જખૌ-પિંગલેશ્વર મુલાકાત, ભુજમાં સેના-BSF-કોસ્ટ ગાર્ડ સાથે હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ. ઘૂસણખોરી-ડ્રગ્સ પર કડક નજર – વિગતો જુઓ.

Gandhinagar February 19, 2026
ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, રાજ્ય પોલીસ વડા ડૉ. રાવ કચ્છ પહોંચશે

ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, રાજ્ય પોલીસ વડા ડૉ. રાવ કચ્છ પહોંચશે

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.

બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રી ભુજ ખાતે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ'ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.

ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે. 
 
Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજ્યભરમાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે  તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી
gandhinagar
February 19, 2026

રાજ્યભરમાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ. ₹8000 પ્રતિ ક્વિન્ટલે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. 130 ખરીદ કેન્દ્રો તૈયાર – SMSથી જાણ કરાશે, તમામ નોંધાયેલા ખેડૂતોને લાભ મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત – વિગતો જુઓ.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ અંબાજી માતાને 27.5 કરોડનું દાન કર્યું
ahmedabad
February 19, 2026

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ અંબાજી માતાને 27.5 કરોડનું દાન કર્યું

અનંત અંબાણીએ અંબાજી મંદિરને 27.5 કરોડનું દાન આપ્યું! 'જય અંબે તિથિ ભોજન યોજના' હેઠળ 5 વર્ષ સુધી દરરોજ હજારો ભક્તોને મફત ભોજન (દરરોજ ₹1.51 લાખ ખર્ચ). કુલ દાન ₹30 કરોડથી વધુ – અંબાજી ટ્રસ્ટે કર્યું સન્માન. વિગતો જુઓ.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ
rajpipla
February 18, 2026

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન! ATMA પ્રોજેક્ટ હેઠળ ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમમાં તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – જીવામૃત, ઘનજીવામૃત, બિયારણ ઉપચાર અને જૈવિક જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીન ઉર્વરતા વધારવાના ટિપ્સ – વિગતો જુઓ.

Braking News

મોદી અને માર્લ્સ અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલના સાક્ષી બનશે
મોદી અને માર્લ્સ અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલના સાક્ષી બનશે
November 18, 2023

જાણો શા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ અમદાવાદમાં રવિવારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઇનલના દર્શકોમાં હશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express