રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ઘણા વિકાસનાં કામો થયા જેમાં ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર લાઇન ની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી ત્યાં કેટલાક વિસ્તારનાં ભૂગર્ભ ગટર લાઇન લીકેજની બુમ ઉઠતા કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે.
રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલ હનુમાન મંદિર થી પોસ્ટ ઓફિસ જવાન માર્ગ પર બે ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી લીકેજ થઈ રસ્તા પર વહે છે અને બાજુમાં આવેલ કોમ્પલેક્ષ માં આવતા જતા ગ્રાહકો અને વેપારીઓ પણ આ ગંદા પાણીનાં કારણે હેરાન થઈ રહ્યા છે.
જોકે આ મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પાલીકા સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે એ આખી પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક સોંપતા હોય છે અને ત્યારબાદ પણ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયું નથી ત્યાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બે ત્રણ મહિનાથી રોડ પર નિકળતાં આ ગંદા પાણીથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ..? માટે જે તે જવાબદારો આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવી લોકોને રોગચાળાનાં ભય થી મુક્ત કરાવે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ૪૩ જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.