બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીના ની અવામી લીગ પાર્ટીને બહુમતી મળી
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીના ના નેતૃત્વવાળી અવામી લીગ પાર્ટીને બહુમતી મળી છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંસદની 299 બેઠકો માટે થયેલી મત ગણતરીમાં અત્યાર સુધીમાં 224 બેઠકોના પરિણામો આવ્યા છે. અવામી લીગે 165 બેઠકો જીતી છે, જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના નવ ઉમેદવારો જીત્યા છે.
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ પાર્ટીને બહુમતી મળી છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંસદની 299 બેઠકો માટે થયેલી મત ગણતરીમાં અત્યાર સુધીમાં 224 બેઠકોના પરિણામો આવ્યા છે. અવામી લીગે 165 બેઠકો જીતી છે, જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના નવ ઉમેદવારો જીત્યા છે. 49 અપક્ષ અને અન્ય પક્ષોના એક ઉમેદવાર જીત્યા છે. બાકીની બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે અને તેના પરિણામો આજે બપોર સુધીમાં મળી જશે.
આ શાનદાર જીત સાથે વર્તમાન વડાપ્રધાન અને અવામી લીગના પ્રમુખ સતત ચોથી વખત સરકાર બનાવશે અને પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેમણે ગોપાલગંજ-3 સીટ જંગી માર્જીનથી જીતી હતી. હસીનાએ પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ કોઈ પણ વિજય સરઘસ ન કાઢવાની સૂચના આપી છે.
ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવો સિવાય મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
ગઈકાલે ત્રણસોમાંથી 299 બેઠકો માટે મતદાન થયું હતું. બાંગ્લાદેશના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સંસદીય ચૂંટણીમાં લગભગ ચાલીસ ટકા મતદાન થયું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સહયોગીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પક્ષોએ આરોપ લગાવ્યો કે શેખ હસીનાની સરકારમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓબામા સમયના ઈરાન પરમાણુ કરારને રદ કરવાથી પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. તેમણે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધ અને ભવિષ્યની યોજનાઓ વિશે મહત્વના ખુલાસા કર્યા.
કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ નિર્દોષ લોકોના મોત બાદ અફઘાન વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાન પરથી વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કહી આકરી ટીકા કરી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકી ટોર્પિડો દ્વારા ડૂબાડવામાં આવેલા IRIS દેના જહાજના ખલાસીઓને શ્રદ્ધાંજલિ આપી છે. જાણો શું છે સમગ્ર મામલો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચી ગયા છે. પીએમ મોદીનું વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અહીં 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારબાદ તેઓ યુક્રેન જવા રવાના થશે.