Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • શેમારૂમી લાવી રહ્યું છે તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

શેમારૂમી લાવી રહ્યું છે તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી પર એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે, આ વેબસિરીઝ ધમાકેદાર હાસ્યની ગેરેંટી છે. આ વેબસિરીઝના એકથી એક ચડિયાતા પાત્રો સહિત સિચ્યુએશનલ કોમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે.

Ahmedabad September 13, 2023
શેમારૂમી લાવી રહ્યું છે તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

શેમારૂમી લાવી રહ્યું છે તદ્દન નવી વેબ સિરીઝ ‘What The Fafda’, ટોચના 40 ગુજરાતી કલાકારો મચાવશે હાસ્યની ધમાચકડી

ગુજરાતી દર્શકો માટે શેમારૂમી નવેસરથી ખડખડાટ હાસ્યનો ડોઝ લઈને આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી શેમારૂમી પર એક તદ્દન નવી ઓરિજિનલ વેબસિરીઝ ‘વ્હોટ ધ ફાફડા’ સ્ટ્રીમ થવાની છે, આ વેબસિરીઝ ધમાકેદાર હાસ્યની ગેરેંટી છે. આ વેબસિરીઝની ખાસ વાત એ છે કે ‘વ્હોટ ધ ફાફડા’માં પ્રતિક ગાંધી, સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, શ્રદ્ધા ડાંગર, નિલમ પંચાલ, ઈશાની દવે, કુશલ મિસ્ત્રી, જયેશ મોરે, જીનલ બેલાણી, મનન દવે, ભામિની ઓઝા, પ્રેમ ગઢવી, પાર્થ પરમાર, ધ્રુવીન કુમાર, વિરાજ ઘેલાણી, સહિતના ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ 40 કલાકારો એક સાથે જોવા મળશે. આ વેબસિરીઝના એકથી એક ચડિયાતા પાત્રો સહિત સિચ્યુએશનલ કોમેડી દર્શકોને હસાવીને લોટપોટ કરી નાખશે.

બીજી કોમેડી વેબસિરીઝ કરતા શેમારૂમીએ આ વેબસિરીઝમાં કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. આ વેબસિરીઝ તરંગી સ્વભાવ ધરાવતા લોકોની વાત દર્શાવે છે. ‘વ્હોટ ધી ફાફડા’ના દરેક એપિસોડમાં અનલિમિટેડ હાસ્ય છે, અને આ હાસ્ય તમારા સુધી પહોંચશે, વેબસિરીઝના પાત્રોના અવનવા પ્રકારના કામકાજ દ્વારા! આ વેબસિરીઝ તમે જ્યારે જોવા બેસશો, ત્યારે દરેક એપિસોડના અંતે તમે પણ બોલી ઉઠશો કે ‘વ્હોટ ધી ફાફડા!’ અને સાથે જ એક મજાની વાત એ પણ છે કે આ વેબસિરીઝમાં એક જબરજસ્ત ટાઈટલ ટ્રેક પણ છે, જે સિરીઝના સારને દર્શાવે છે, અને તમને પણ થિરકવા માટે મજબૂર કરી દેશે.

આ વેબસિરીઝના રિલીઝ ટાણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર ટીકુ તલસાણિયાનું કહેવું છે કે,’શૂટ દરમિયાન સેટ પર બધા જ યુવાન અને ઉર્જાથી તરબતર કલાકારો જોવા મળ્યા, તેમને ખબર હતી કે તેમણે શું કરવાનું છે, મને આ જ વાત ગમે છે. આ સિરીઝમાં બધા એ જ જબરજસ્ત કામ કર્યું  અને મને ખાતરી છે કે દર્શકો બા-બહુના ટિપિકલ ડ્રામા કરતા કંઈક અલગ પ્રકારનું કોન્ટેન્ટ જરૂરથી આવકારશે. આજે જ્યારે કોમેડીના જુદા જુદા સ્વરૂપો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ડાર્ક કોમેડી, કટાક્ષ વગેરે, ત્યારે શેમારૂમી અને વ્હોટ ધી ફાફડાની ટીમે સફળતાપૂર્વક ફેમિલી ફ્રેન્ડલી હ્યુમર પીરસ્યુ છે, અને આ જ ગુજરાતી ઈન્ડસ્ટ્રીની ખાસિયત છે. દર્શકોને આ વેબસિરીઝ તો ગમવાની જ છે, પરંતુ તેની સાથે તેઓ સહમત પણ થશે.’

તો અભિનેતા મનન દવેએ પણ શૂટિંગ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું, “દર્શકો મને ‘વોટ ધ ફાફડા’ના બે એપિસોડમાં જોઈ શકશે. એક એપિસોડમાં, મને ઇન્ડસ્ટ્રીના પીઢ કલાકાર ટીકુ સર સાથે સ્ક્રીન શેર કરવાનો લહાવો મળ્યો અને હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ વેબસિરીઝમાં એક સાથે 40 ગુજરાતી કલાકારો છે, એટલે કે પીઢ કલાકારોની અને યુવાન કલાકારોની ટેલેન્ટનો સમન્વય શેમારૂમીએ કર્યો છે, આ બાબતે આભાર માનવો જ ઘટે. આ સિરીઝનો દરેક એપિસોડ એક સંદેશ આપે છે, જે દર્શકોને ગમવાનો છે. હું આશા રાખું છું કે દર્શકો આ શ્રેણી જોશે અને અમારા પર તેમનો પ્રેમ વરસાવશે."

તો બસ તમારા કેલેન્ડરમાં તારીખ પર નિશાન કરી રાખો, રિમાઈન્ડર્સ રેડી રાખો અને ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાવ. વ્હોટ ધ ફાફડા જેવી અનોખી કોમેડી આજ સુધી તમે ક્યારેય નહીં માણી હોય તેની ગેરેન્ટી છે. તો ચાલો રોજિંદા સ્ટ્રેસ, ચિંતાને બાજુમાં મૂકો અને બિન્જ વોચ કરતા કરતા બોલો ‘વ્હોટ ધ ફાફડા.’

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Mayank Pawar Death: 'સ્પ્લિટ્સવિલા 7' ફેમ મયંક પવારનું અવસાન
new delhi
February 24, 2026

Mayank Pawar Death: 'સ્પ્લિટ્સવિલા 7' ફેમ મયંક પવારનું અવસાન

Mayank Pawar Death:  રિયાલિટી શોની દુનિયામાં જાણીતું નામ મયંક પવારનું હવે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. 'સ્પ્લિટ્સવિલા 7' પર તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમારનું કોલેજ રોમાન્સ ફેઈલ: ગીત ગાયું તો પડોશીઓએ માર માર્યો
mumbai
February 23, 2026

અક્ષય કુમારનું કોલેજ રોમાન્સ ફેઈલ: ગીત ગાયું તો પડોશીઓએ માર માર્યો

અક્ષય કુમારે શોમાં ખુલાસો કર્યો: કોલેજમાં એક છોકરીને પ્રભાવિત કરવા ગીત ગાયું, પણ પડોશીઓએ માર માર્યો. "હમને માર ખાઈ" કહીને હસાવ્યા સૌને. ખિલાડી કુમારની યુવાનીની મજેદાર કહાની.

રામ ગોપાલ વર્માએ ધુરંધર 2 અને ટોક્સિક ક્લેશ પર આપી પ્રતિક્રિયા
mumbai
February 22, 2026

રામ ગોપાલ વર્માએ ધુરંધર 2 અને ટોક્સિક ક્લેશ પર આપી પ્રતિક્રિયા

રામ ગોપાલ વર્માએ 'ધુરંધર 2' અને 'ટોક્સિક' ના મુકાબલાને સિનેમાની બે સંસ્કૃતિઓ વચ્ચેનો જંગ ગણાવ્યો

જાણીતા ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માએ 19 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી રણવીર સિંહની 'ધુરંધર 2' અને યશની 'ટોક્સિક' વચ્ચેના ક્લેશને "બે સિનેમેટિક સંસ્કૃતિઓ વચ્ચેનો ક્રૂર સંઘર્ષ" ગણાવ્યો છે.

Braking News

₹35,100નું Gemini 3 AI 18 મહિના મફત! Jioએ લોન્ચ કરી ધમાકેદાર ઓફર – આજથી ક્લેમ કરો
₹35,100નું Gemini 3 AI 18 મહિના મફત! Jioએ લોન્ચ કરી ધમાકેદાર ઓફર – આજથી ક્લેમ કરો
November 19, 2025

Jio Offer: Jioએ લોન્ચ કરી ધમાકેદાર ઓફર! ₹35,100નું Gemini 3 AI + 2TB સ્ટોરેજ + Veo 3.1 – 18 મહિના સુધી બિલકુલ મફત! MyJio એપમાંથી આજથી ક્લેમ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
હોમ લોન EMI કેલ્ક્યુલેટર: એક સરળ માર્ગદર્શિકા-2023
April 14, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express