Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને મળશે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર

પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને મળશે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર

પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી અનંત કુમારને વર્ષ 2022-23 દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આગામી 15મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમને આ સન્માન એનાયત કરશે.

Ahmedabad December 13, 2023

પશ્ચિમ રેલવેના નિર્માણ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર  શ્રી અનંત કુમારે  તેમની ટીમનું ઉત્કૃષ્ટ નેતૃત્વ કરતાં વર્ષ 2022-23 દરમિયાન ગુજરાતના અનુક્રમે ડબલિંગ, ત્રીજી લાઇન અને નવી લાઇનના 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમણે અમદાવાદ-મહેસાણાનું ગેજ કન્વર્ઝન અને ડબલિંગના પ્રોજેક્ટમાં ડાંગરવા જગુદણ અને જગુદણ મહેસાણાના સેક્શન તથા અમદાવાદ-વટવા વચ્ચેની ત્રીજી લાઇન અને જગુદણ-મહેસાણા વચ્ચેની નવી લાઇનને વર્ષમાં મુખ્ય રેલવે સુરક્ષા કમિશનર દ્વારા ત્રણ મોટા નિરીક્ષણો બાદ રેલ ટ્રાફિક ખોલવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.

શ્રી અનંત કુમારે તેમના સમર્પણ, ભૂમિ અને કાયદાકીય બાબતોની સારી જાણકારી અને સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથેના ગાઢ સંકલનને કારણે રેલવેની તરફેણમાં  હાઇકોર્ટ ગાંધીનગરમાં અમદાવાદ વટવા 3જી લાઇન પ્રોજેક્ટનો કોર્ટ કેસ જીતવામાં સફળ રહ્યા હતા અને તેમણે રેલવે જમીનમાં થયેલ  અતિક્રમણને તોડી પાડ્યા હતાં જે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અવરોધરૂપ બની રહ્યા હતાં

તેમના કુશળ આયોજન અને ઝીણવટભરી દેખરેખ સાથ, તેમણે તેમના કાર્યબળને એક સાથે અનેક મોરચે વિતરિત કરવામાં સફળતા મેળવી જેના પરિણામે મહેસાણા, જગુદણ, આંબલિયાસણ, સાણંદ અને ગોરઘુમા ખાતે મુખ્ય યાર્ડ રિમોડેલિંગ કામો પૂર્ણ થયા. સાણંદ, ગોરઘુમાના રિમોડેલિંગ અને જગુદણ મહેસાણાની નવી લાઇન શરૂ થવાને કારણે પાલનપુરથી સાણંદ સુધીનું DFCCIL નેટવર્ક ભારતીય રેલવેના નેટવર્ક સાથે જોડાઈ ગયું જેનાથી ક્ષેત્રમાં નૂર લોડિંગમાં વધારો થયો છે અને DFCCIL પર માલગાડીઓની મુશ્કેલી મુક્ત અવરજવર સાથે.ભારતીય રેલવે માર્ગ પર રેલ પરિવહન પણ સરળ બની રહ્યું છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત  નિર્માણ વિભાગના મુખ્ય વહીવટી અધિકારી શ્રી સંજય ગુપ્તાએ આ અંગે આનંદ વ્યક્ત કરતાં શ્રી અનંત કુમારને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ગુપ્તાએ તેને અન્ય રેલવે કર્મચારીઓ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું કે જનતા મારા પર વિશ્વાસ કરે છે, તો હું યોજનાઓ લાગુ કરીને દેખાડીશ..
કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું કે જનતા મારા પર વિશ્વાસ કરે છે, તો હું યોજનાઓ લાગુ કરીને દેખાડીશ..
December 28, 2024

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાજપ મહિલા સન્માન અને સંજીવની યોજનાઓથી નારાજ છે, તેઓએ પોતાના ગુંડા મોકલીને અમારી શિબિરોને ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો. આજે નકલી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓ તપાસના નામે આ યોજનાને રોકવા માંગે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express