ડીજીટલ બ્રેઇલ શિક્ષણક્ષેત્રે ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા મોખરે
ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં અંધજનોને શિક્ષણ આપી શકે તેવી શાળાઓ ઘણા વર્ષોથી કાર્યરત છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ભાવનગરમાં આવેલી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ શિક્ષણક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે.
ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં અંધજનોને શિક્ષણ આપી શકે તેવી શાળાઓ ઘણા વર્ષોથી કાર્યરત છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ભાવનગરમાં આવેલી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ શિક્ષણક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે.
વર્ષ ૨૦૧૬માં રાજ્યની અગિયાર હજાર સમધારણ શાળાઓમાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રજ્ઞાચક્ષુઓનાં બૌધિક કૌશલ્યોનો પરિચય કરાવ્યો હતો. ધો.૧૦ અને ૧૨માં હંમેશા ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરતી આ શાળાએ ડીજીટલ બ્રેઇલ શિક્ષણક્ષેત્રે પણ અનેક કાર્યક્રમો દાખલ કર્યા છે. જેમાં ઓર્બીટ રીડર-૨૦, બ્રેઇલમી અને થોડા સમય પહેલા આવિષ્કાર થયેલ ‘એની’ હવે નવા દાખલ થયેલ બાળકોને અધ્યતન બ્રેઇલલીપીનું શિક્ષણ આપશે.
વિશ્વની પ્રથમ ડીજીટલ બ્રેઇલ સ્લેટમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઇલ લખી શકશે. એટલું જ નહિ અવનવી બ્રેઇલની રમતો રમશે. સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તા.૦૮/૦૨/૨૦૨૪ને ગુરુવારનાં રોજ બેંગ્લોરની થીન્કરબેલ લેબ્સનાં ટેકનીકલ એક્સપર્ટ શ્રી સિદ્ધાંત રાઠોર (એજ્યુકેશનલ પ્રોગ્રામ લીડ) અને શ્રી ખેવના પારેખ (કન્ટેન્ટ એન્ડ પ્રોડક્ટ સ્પેશીયાલીસ્ટ) સંસ્થામાં પધાર્યા હતા. તેમણે ટ્રેનીંગનાં પ્રથમ ભાગમાં ૧૨ વિદ્યાર્થી અને તેના માર્ગદર્શક ૪ શિક્ષકોને એનીનાં ઉપયોગ અંગેની ટ્રેનીંગ આપી હતી. જ્યારે બીજા સેશનમાં શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનોને એનીમાં સમાવેશ થયેલ વિવિધ રમતો, ડીજીટલ સ્લેટ, બ્રેઇલ ડિસ્પ્લે અને સ્પીકર, ટાઈપીંગ કી, લાર્જ બ્રેઇલ અને સ્ટાન્ડર્ડ બ્રેઇલ, પાવર બટન, નેવિગેશન કી, વોલ્યુમ સહીતની માહિતી આપી હતી.
લગભગ ૧ લાખની કિમંત ધરવતા આ સાધનનો મદદથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઝપડથી બ્રેઇલ શીખી શકશે અને સંસ્થાએ આવા ૪ સાધનો ખરીદી પ્રજ્ઞાચક્ષુ બાળકોને ટ્રેઈનિંગ આપવાનું શરુ કર્યું છે. અત્રે એ નોંધવું ઘટે કે એનીનું નામ શ્રી હેલેન કેલરનાં શિક્ષકા શ્રી એની સુલીવાનનાં નામ પરથી રાખવામાં આવ્યું છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."