Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આકાંક્ષી નર્મદા જિલ્લામાં A-Help અને 'પશુધન જાગૃતિ અભિયાન’નો વિધિવત પ્રારંભ કરાવતા કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા

આકાંક્ષી નર્મદા જિલ્લામાં A-Help અને 'પશુધન જાગૃતિ અભિયાન’નો વિધિવત પ્રારંભ કરાવતા કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીના પરિણામે પશુપાલનની સાર સંભાળ અને વિકાસ શક્ય બન્યો છે, નવા રાષ્ટ્રના નિર્માણનો પાયો પશુપાલકો-ખેડૂતોની સમૃદ્ધિથી શક્ય બનશે : પરસોત્તમ રૂપાલા

Ahmedabad August 14, 2023
આકાંક્ષી નર્મદા જિલ્લામાં A-Help અને 'પશુધન જાગૃતિ અભિયાન’નો વિધિવત પ્રારંભ કરાવતા  કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા

આકાંક્ષી નર્મદા જિલ્લામાં A-Help અને 'પશુધન જાગૃતિ અભિયાન’નો વિધિવત પ્રારંભ કરાવતા કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા

કેન્દ્રીય મત્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આકાંક્ષી નર્મદા જિલ્લામાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે A-Help અને પશુધન જાગૃતિ અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા એ A-Help અને પશુજાગૃતિ અભિયાનનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યક્રમો અને ઝુંબેશો થકી લોકોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે ત્યારે હવે પશુપાલન, સારવાર અને સાર સંભાળ ક્ષેત્રે વિકાસની દિશામાં નવતર પહેલ કરાઈ છે.

દેશમાં ગુજરાત રાજ્ય પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટીના પરિણામે આવી યોજનાઓ થકી પશુઓની કાળજી, દેખરેખ, આહાર, સારવાર, એમ્બ્યુલન્સ “હેલ્પ લાઈન ૧૯૬૨” સહિતની સેવાઓ ઉપલબ્ધ કરીને પશુપાલન વ્યવસાયના વિકાસ માટે સરકારશ્રીએ નવો માર્ગ ચિંધ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. મંત્રીશ્રી રૂપાલાએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ પશુપાલનની વ્યવસ્થાને સુદ્ઢ કરવા માટે નર્મદા જિલ્લા સહિત સંપૂર્ણ રાજ્યમાં પશુઓ માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા નિ:શુલ્ક રસીકરણ ઝુંબેશ જેવા કાર્યક્રમો થકી પશુપાલન ક્ષેત્રે વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો છે. પશુપાલન ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવા તથા સકારાત્મક બદલાવ માટે વ્યવસ્થા માટે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. ત્યારે પશુપાલકોમાં પશુ ચિકિત્સા, કાળજી અને બ્રિડ ઇમ્પ્રુવમેન્ટ થકી આવકમાં વૃદ્ધિ સહિત પશુપાલનના વિકાસ માટે પશુપાલકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાના લાભો લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પણ પોતાના પ્રાસંગિક ઉદબોદનમાં જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે યોજનાઓ અમલી બની છે. તેનો લાભ ઉઠાવીને પશુપાલકોએ પણ સહભાગી થઈને સરકારશ્રીની યોજનાઓથી માહિતગાર થઈને નવા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાની જરૂર છે. કાર્યક્રમ દરમિયાન, A-Help, રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ Maitri કાર્યકરો અને પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ KCC ના લાભાર્થીઓને કીટ-પ્રમાણપત્રનું વિતરણ કરવા સહિત પશુઓના કૃત્રિમ બીજદાન સિમેન ડોઝના લાભાર્થીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત NRLM થકી A-Help યોજનાને અનુલક્ષીને પશુસખીઓને ગ્રામીણ ક્ષેત્રમાં પશુઓના આરોગ્ય, કાળજી, દેખરેખ માટે તાલીમ બદ્ધ કરવામાં આવશે. કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી રૂપાલાએ ભદામ ગામ ખાતે આયોજિત પશુ વંધત્વ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન ગૌ પૂજનથી કર્યુ હતુ. પશુપાલકો સાથે સંવાદ કરવા માટે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પશુપાલકોના પ્રશ્નો, સમસ્યાઓ, મુંઝવણનું નિરાકરણ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉપરાંત પશુપાલકોને સમય સાથે આગળ વધી ટેક્નોલોજીના ઉપયોગ તથા સરકારશ્રીના અનેકવિધ લાભોથી પરિચિત રહેવા અંગે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં પશુપાલન સારવાર, રસીકરણ, પશુપાલનને લગતી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની ગ્રામજનો-પશુપાલકોને માહિતી મળે તે માટે પશુપાલન પ્રદર્શની તેમજ પશુઓના સારવાર અંગે કેસ નોંધણી સ્ટોલની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી. પશુપાલકો માટે આયોજિત આ ખાસ કેમ્પમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા માટે સ્ટોલ ઉભા કરાયા હતા. આ પ્રસંગે ભારત સરકારના પશુપાલન વિભાગના અધિક સચિવ સુશ્રી વર્ષાબેન જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા અને શ્રીમતી  ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજ્યના પશુપાલન નિયામક ડો. ફાલ્ગુની ઠાકર, ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન.એચ. કેલાવાલા સહિત કેન્દ્ર-રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રી, કર્મચારીશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્રના વાહકો ઉપસ્થિત રહ્યાં હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

રોડ્રિગો કોન્ફિડન્ટ સિટી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી શકશે
રોડ્રિગો કોન્ફિડન્ટ સિટી ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી શકશે
May 09, 2023

પેપ ગાર્ડિઓલાની ટ્રબલ-ચેઝિંગ બાજુના મુખ્ય ખેલાડીએ તમામ સ્પર્ધાઓમાં 49 મેચ રમી છે. 2019માં માન્ચેસ્ટર સિટીમાં જોડાયા ત્યારથી તેમનો વિકાસ ઝડપી રહ્યો છે અને હવે તે વિશ્વના શ્રેષ્ઠ રક્ષણાત્મક-મિડફિલ્ડ ખેલાડીઓમાંના એક તરીકે ઓળખાય છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express