Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડના દરેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેર દીઠ રૂ. 366થી રૂ. 385નો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. ઓફર શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

Ahmedabad September 15, 2023
સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

અમદાવાદ, સપ્ટેમ્બર 15, 2023 : સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ (“એસજીએલ” અથવા “કંપની”) 20 સપ્ટેમ્બર, 2023, બુધવારના રોજ તેના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે જેમાં સિગ્નેચરગ્લોબલ (ઇન્ડિયા) લિમિટેડ (“કંપની” અથવા “ઇશ્યૂઅર”)ના દરેક રૂ. 1ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)નો સમાવશ થાય છે.

આ ઇશ્યૂમાં પ્રતિ ઇક્વિટી શેરના કેશ ભાવે રોકડ (ઇક્વિટી શેર દીઠ શેર પ્રીમિયમ સહિત) રૂ. 7,300.00 મિલિયન (“ઓફર”) સુધીની કુલ રકમનો સમાવેશ થાય છે જેમાં કંપની દ્વરા રૂ. 6,030.00 મિલિયનના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકો તરીકે (“ઓફર કરેલા શેર”) ઈન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા રૂ. 1,270.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

ઓફર શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023ના રોજ બંધ થશે

ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 366થી રૂ. 385 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ, વર્ષ 2020 અને 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન સપ્લાય કરાયેલા યુનિટ્સના સંદર્ભમાં (રૂ. 8 મિલિયનની કિંમતની કેટેગરી હેઠળના) કિફાયતી અને લોઅર મીડ સેગમેન્ટ હાઉસિંગમાં દિલ્હીના નેશનલ કેપિટલ રિજન (“દિલ્હી એનસીઆર”)માં સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે 19%નો બજાર હિસ્સો ધરાવે છે (સ્રોતઃ એનારોક રિપોર્ટ).

કંપનીએ વર્ષ 2014માં તેની સબસિડિયરી, સિગ્નેચર બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, હરિયાણાના ગુરુગ્રામમાં 6.13 એકર જમીન પર અમારા સોલેરા પ્રોજેક્ટની શરૂઆત સાથે કામગીરી શરૂ કરી હતી. તેણે વર્ષોથી અને એક દાયકા કરતાં ઓછા સમયમાં તેની કામગીરીમાં વધારો કર્યો છે અને 31 માર્ચ, 2023 સુધીમાં તેણે દિલ્હી એનસીઆર રિજનમાં 27,965 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સનું વેચાણ કર્યું છે જેમાં એકંદરે સેલેબલ એરિયા 18.90 મિલિયન ચોરસ ફૂટ રહ્યો છે. કંપનીનું વેચાણ (નેટ ઓફ કેન્સલેશન) 42.46%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (“સીએજીઆર”)થી વધ્યું છે, જે નાણાંકીય વર્ષ 2021માં રૂ. 16,902.74 મિલિયનથી નાણાંકીય વર્ષ 2023માં રૂ. 34,305.84 મિલિયન થયું હતું.

માર્ચ 31, 2023 સુધીમાં, 25,089 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ થયું હતું જેમાં યુનિટ દીઠ રૂ. 3.60 મિલિયનની સરેરાશ વેચાણ કિંમત હતી. સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)એ એક ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ મોડલ અપનાવ્યું છે, જેમાં શરૂઆતથી લઈને પૂર્ણતા સુધી પ્રોજેક્ટ્સ ચલાવવા માટે ઇન-હાઉસ ક્ષમતાઓ અને સંસાધનો છે જે તેને સ્પર્ધાત્મક ભાવે પ્રોજેક્ટ્સ ઓફર કરવામાં સક્ષમ બનાવે છે. તેની મુખ્ય શક્તિઓમાં કંપનીની એ ક્ષમતા છે કે તે જમીન પરના પ્રોજેક્ટ્સને
અસરકારક રીતે ટર્નઅરાઉન્ડ કરે છે અને તે સામાન્ય રીતે જમીન સંપાદનની તારીખથી 18 મહિનાના સમયગાળામાં પ્રોજેક્ટ શરૂ કરે છે.

કંપની 31 માર્ચ, 2023 સુધીમાં પ્રત્યક્ષ વેચાણમાં રોકાયેલા 593 ચેનલ પાર્ટનર્સ અને 41 કર્મચારીઓની ઇન-હાઉસ ટીમ અને પરોક્ષ વેચાણ માટે 100 કર્મચારીઓની ઇન-હાઉસ ટીમ સાથે, તેના લક્ષિત ગ્રાહક સેગમેન્ટ્સ પર કેન્દ્રિત એક વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે, જેના લીધે ઓફરિંગની વર્તમાન સિદ્ધિ હાંસલ થઈ શકી છે. કંપની ઈન્વેન્ટરીના વેચાણ માટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ પણ કરી રહી છે. કંપનીના એએચપી (એફોર્ડેબલ હાઉસિંગ) પ્રોજેક્ટ્સ ડિરેક્ટોરેટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ, હરિયાણા (“ડીટીસીપી”) દ્વારા ફરજિયાત કરાયા મુજબ ડિજિટલ ચેનલો દ્વારા જ વેચવામાં આવે છે અને જાન્યુઆરી 2022થી એએચપી પ્રોજેક્ટ્સ હેઠળ તેની સમગ્ર પ્રોજેક્ટ ઇન્વેન્ટરી સરકારી વેબસાઈટ સહિત એક્સક્લુઝિવલી ઓનલાઇન વેચવામાં આવી રહી છે.

કંપનીના રોકાણકાર આધારમાં આઈએફસી અને એચડીએફસી કેપિટલ એડવાઈઝર્સનો સમાવેશ થાય છે જેમણે કંપની દ્વારા મૂડી એકત્રિત કરવા માટે હાથ ધરાયેલા વિવિધ રાઉન્ડ્સમાં ભાગ લીધો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

FIH હોકી પ્રો લીગ: ભારત પેનલ્ટી પર નેધરલેન્ડ્સ સામે 2-4થી પરાજિત થયું
FIH હોકી પ્રો લીગ: ભારત પેનલ્ટી પર નેધરલેન્ડ્સ સામે 2-4થી પરાજિત થયું
February 23, 2024

FIH હોકી પ્રો લીગ દરમિયાન પેનલ્ટીમાં 2-4થી હારી, નેધરલેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો તે તીવ્ર મેચનું અનાવરણ કરો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express