Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

સાધી ગામ – સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતા સાથે તાલબદ્ધ રીતે વિકસતું ગામ,‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ વિભાવનાને ચરિતાર્થ કરતું વડોદરાનું સાધી ગામ, અનેક પુરસ્કારોથી સન્માનિત સાધી ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગીથી ગ્રામજનો ઉત્સાહિત

Vadodara June 09, 2023
પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

પાદરા તાલુકાનું સાધી ગામ – વડોદરા જિલ્લાનું સ્માર્ટ વિલેજ !

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘રૂર્બન કોન્સેપ્ટ’ને સાકાર કરવા માટે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. વડોદરા માટે ગર્વની વાત એ છે કે, રાજ્યની સ્માર્ટ વિલેજ તરીકે જાહેર થયેલી ૩પ ગ્રામ પંચાયતોમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામનો પણ સમાવેશ થાય છે.

સાધી ગામમાં પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓને શબ્દોમાં વર્ણવીએ તો લેખની શાબ્દિક મર્યાદા વધી જશે. આ ગામની રૂબરુ મુલાકાત લીધા પછી જ એવું અચૂક બોલાય જાય કે, ખરા અર્થમાં સ્માર્ટ વિલેજ છે હો !. સ્માર્ટ વિલેજ માટે સરકારશ્રીએ જે ૧૧ માપદંડો નક્કી કર્યા હતા, એ તો અહીં પરિપૂર્ણ થાય જ છે, પરંતુ આ સિવાય પણ શહેરોમાં હોય તેવી અનેક સુવિધાઓથી સંપન્ન છે સાધી ગામ.

સ્વચ્છ ગામ પુરસ્કાર, ગોકુળીયું ગામ, નિર્મળ ગામ, સમરસ ગ્રામ પંચાયત અને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા સ્વર્ણિમ પુરસ્કાર જેવા અનેક એવોર્ડથી સન્માનિત સાધી ગામમાં સ્વચ્છતા, સુવિધા અને આધુનિકતાનો સંગમ જોવા મળે છે. આરોગ્યની વાત હોય કે ઉચ્ચ શિક્ષણની વાત હોય, સિંચાઈ-જળસંચયની વાત હોય કે સોલાર રૂફ ટોપથી ઉર્જાસંચયની વાત હોય, વાઈફાઈ અને ઈન્ટરનેટથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી હોય કે પશુઆરોગ્યની વાત હોય, આર.સી.સી. રસ્તાની વાત હોય કે પછી ખૂણે-ખૂણે સીસીટીવી કેમેરાની વાત હોય,  ઘર-ઘર નળ અને ખુલ્લામાં શૌચમુક્ત ગામનું સન્માન લેવાની વાત હોય, અહીં તમામ સવલતો, ભૌતિક સગવડો અને પ્રાથમિક જરૂરિયાતોની ચોક્કસથી પરિપૂર્તિ થાય છે.

સુવિધાઓથી સંપન્ન વિકાસશીલ ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થાય તો ઉત્સાહ તો બેવડાય જ ને ! આવા જ પ્રબળ ઉમંગથી સાધી ગામના સરપંચ અને ગ્રામજનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનતા થાકતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં વિકાસની કોઈ ઉણપ કે ખૂટતી કડી નથી. પરંતુ સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અંતર્ગત જે પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ મળશે તે આ ગામના વિકાસને વેગ આપી સંપૂર્ણતા તરફ દોરી જશે.

ગામના સરપંચ અંજનાબેન પટેલે જણાવ્યું કે, અમે ગર્વ છે કે વડોદરા જિલ્લામાં એક માત્ર ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી થઈ છે. જેમાં સાધી ગામનો સમાવેશ છે. સ્માર્ટ વિલેજની વિભાવનાથી ગામમાં અદ્યતન ટેક્નોલોજીનો વિનિયોગ, ગ્રામીણ જીવનશૈલીની સાથે ગ્રામજનોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. સાથે જ ગામના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યના સંવર્ધન સાથે માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય ચોક્કસથી ચરિતાર્થ થશે, તેમ સરપંચશ્રીએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરની નો વિચાર આપેલો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની આ વિચારધારાને આગળ ધપાવતાં સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી
ahmedabad
May 11, 2025

છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી

"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."

મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે કર્યો ગુનો દાખલ – તાજા સમાચાર
ahmedabad
May 11, 2025

મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે કર્યો ગુનો દાખલ – તાજા સમાચાર

"ગોત્રીમાં લગ્નના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવાની ઘટનામાં પોલીસે આયોજક અને ડી.જે. સંચાલક સામે ગુનો દાખલ કર્યો. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને કાયદાકીય પગલાં."

અમરેલીમાં વીજળી-વરસાદનો તોફાન: ખેડૂતોની મુશ્કેલી વધી | તાજા હવામાન અપડેટ
ahmedabad
May 11, 2025

અમરેલીમાં વીજળી-વરસાદનો તોફાન: ખેડૂતોની મુશ્કેલી વધી | તાજા હવામાન અપડેટ

"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."  

Braking News

નવા વર્ષના પહેલા દિવસે મળ્યા સારા સમાચાર, GST કલેક્શન 10 ટકા વધીને 1.65 લાખ કરોડ રૂપિયા થયું
નવા વર્ષના પહેલા દિવસે મળ્યા સારા સમાચાર, GST કલેક્શન 10 ટકા વધીને 1.65 લાખ કરોડ રૂપિયા થયું
January 01, 2024

ડિસેમ્બર GST કલેક્શન: વાર્ષિક ધોરણે ડિસેમ્બર માટે GST કલેક્શનમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને તે 10 ટકા વધીને રૂ. 1.65 લાખ કરોડ થયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express