Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપન કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વિગતો માટે વધુમાં વાંચો.            

Ahmedabad December 26, 2025
ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

ચાંદલોડિયા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપન કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વિગતો નીચે મુજબ છે:

રદ્દ કરાયેલ ટ્રેનો

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.
તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.

આંશિક રીતે રદ્દ કરાયેલ ટ્રેનો

તારીખ 28.12.2025 અને 29.12.2025ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
તારીખ 27.12.2025 અને 28.12.2025ની ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર–ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે ગાંધીનગર કેપિટલ–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગ થી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12972 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગ થી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–ધ્રાંગધ્રા–સમાખ્યાળી ના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–મહેસાણા–ભીલડી–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશન પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 20937 પોરબંદર–દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–મહેસાણા–પાલનપુર ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 14311 બરેલી–ભુજ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ મહેસાણા–ચાંદલોડિયા B–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે મહેસાણા–વિરમગામ–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.

તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–ગાંધીનગર કેપિટલના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.

તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સાબરમતી–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે સાબરમતી–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગથી દોડશે.

તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–અમદાવાદ ના માર્ગથી દોડશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી (જેલ સાઈડ) પર નહીં જાય; આ દરમિયાન સાબરમતી (ધરમનગર સાઈડ) સ્ટેશન પર રોકાશે.

ટ્રેનોના રોકાણ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા
વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા
September 21, 2023

IT/ITeS પોલિસીને મળી રહ્યો છે અદભુત પ્રતિસાદ – 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયાં, Kraft Heinz દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express