સિકંદરાબાદ ડિવિઝન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ ડિવિઝનના મહેબુબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકના લીધે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
1. 25 મે 2025 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નં. 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ રદ રહેશે.
2. 22 મે 2025 ના રોજ વિશાખાપટ્ટનમ થી ઉપડતી ટ્રેન નં. 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
3. 28 મે 2025 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ રહેશે.
4. 25 મે 2025 ના રોજ પુરી થી ઉપડતી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.
1. 27 અને 28 મે, 2025 ની ટ્રેન નં. 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.
2. 25 મે થી 29 મે, 2025 સુધી ટ્રેન નં. 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.