વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નંબર 3 પર એન્જિનિયરિંગ કાર્ય (Complete Track Renewal) હેતુ 24 ડિસેમ્બર 2025 થી 17 જાન્યુઆરી 2026 સુધી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નંબર 3 પર એન્જિનિયરિંગ કાર્ય (Complete Track Renewal) હેતુ 24 ડિસેમ્બર 2025 થી 17 જાન્યુઆરી 2026 સુધી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
1. ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
2. ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
4. ટ્રેન નંબર 12929 વલસાડ-વડોદરા ઇન્ટરસિટી તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી વિશ્વામિત્રી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વિશ્વામિત્રી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
5. ટ્રેન નંબર 69120 દાહોદ-વડોદરા મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
6. ટ્રેન નંબર 69118 ગોધરા-વડોદરા મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
1. ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
3. ટ્રેન નંબર 69119 વડોદરા-દાહોદ મેમુ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી છાયાપુરી સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રૂપે રદ રહેશે.
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે યાત્રીઓએ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.