ગોથનગામ સ્ટેશન ઉપર નોન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના સૂરત – વડોદરા રેલવે સેક્શન ઉપર ગોથનગામ સ્ટેશન ઉપર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરને કનેક્શન આપવા માટે નોન ઈન્ટરલોકિંગ કામને લીધે તારીખ 14 અને 15 ઓક્ટોબરના રોજ નીચે જણાવ્યા મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.
તારીખ 14 અને 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 14 ઓક્ટોબર ના રોજ ટ્રેન 20906 રીવા – એકતાનગર 25 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09161 વલસાડ – વડોદરા રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 19101 વિરાર – ભરૂચ સૂરત અને ભરૂચ વચ્ચે રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 12925 બાન્દ્રા ટર્મિનસ – અમૃતસર એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ ટ્રેન 09079 (69109) ભરૂચ – વડોદરા એક કલાક રિશિડ્યુલ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09080 વડોદરા – ભરૂચ રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09158 ભરૂચ – સૂરત રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09162 વડોદરા – વલસાડ રદ્દ રહેશે.
તારીખ 15 ઓક્ટોબર ના રોજ 09182 ભરૂચ – સૂરત રદ્દ રહેશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."