દક્ષિણ કોરિયાએ સરહદ પાર ડ્રોન ઉડાવ્યું, કિમ જોંગ ઉને જવાબમાં હુમલો કરવાની ધમકી આપી
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર તેના વિસ્તારમાં ડ્રોન ઉડાવીને સરહદી વિસ્તારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દક્ષિણ કોરિયાને કહ્યું છે કે જો તે આવી કાર્યવાહીનું પુનરાવર્તન કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે.
સિયોલ: ઉત્તર કોરિયાએ શુક્રવારે દક્ષિણ કોરિયા પર દેશ વિરોધી પ્રચાર સામગ્રી છોડવા માટે તેની રાજધાની ઉપર ડ્રોન ઉડાડવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે કિમ જોંગ દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ સામે કડક જવાબી કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના ડ્રોન રાજધાની પ્યોંગયાંગ ઉપર 3 ઓક્ટોબરે અને ગયા બુધવાર અને ગુરુવારે ઉડ્યા હોવાના અહેવાલ છે. મંત્રાલયે દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને તેની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તર કોરિયાના મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સુરક્ષા દળો "હુમલા માટે દરેક સંભવિત તૈયારી કરશે" અને જો દક્ષિણ કોરિયાના ડ્રોન ઉત્તર કોરિયાના ક્ષેત્રમાં ફરીથી જોવામાં આવશે, તો તેઓ ચેતવણી આપ્યા વિના કડક જવાબી પગલાં લેશે. મંત્રાલયે કહ્યું કે જો ફરી ભૂલનું પુનરાવર્તન થશે તો પાડોશી દેશે હુમલા માટે તૈયાર રહેવું પડશે. દક્ષિણ કોરિયાની સરકાર અને સૈન્યએ ઉત્તર કોરિયાના નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયા ઘણા સમયથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે કારણ કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શસ્ત્રોના પરીક્ષણો અને હુમલાની ધમકી આપી હતી અને દક્ષિણ કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંયુક્ત લશ્કરી કવાયતમાં વધારો કર્યો હતો. ઉત્તર કોરિયાએ બુધવારે કહ્યું કે તે દક્ષિણ કોરિયા સાથેની તેની સરહદને કાયમી ધોરણે અવરોધિત કરશે અને દક્ષિણ કોરિયા અને યુએસ દળો દ્વારા "ઉશ્કેરણીજનક ક્રિયાઓ" નો સામનો કરવા માટે ફ્રન્ટલાઈન સંરક્ષણ ક્ષમતાઓ વિકસાવશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ચીન, જાપાન અને નાટો (NATO) દેશોની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે અમેરિકાને આ જળમાર્ગની જરૂર નથી, જેમને જરૂર છે તેમણે સૈન્ય મદદ કરવી જોઈએ.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓબામા સમયના ઈરાન પરમાણુ કરારને રદ કરવાથી પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. તેમણે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધ અને ભવિષ્યની યોજનાઓ વિશે મહત્વના ખુલાસા કર્યા.
કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ નિર્દોષ લોકોના મોત બાદ અફઘાન વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાન પરથી વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કહી આકરી ટીકા કરી છે.