Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો
 

Ahmedabad May 04, 2023
GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ અભિયાન હેઠળ 04 મે ના રોજ ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા ફાયર ફાઇટર્સ માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં અમદાવાદના 18 જેટલા ફાયર સ્ટેશનમાં ફાયર કર્મચારીઓ માટે CPR, First Aid and Burn ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. 

આજે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા સેલિબ્રિટી, તેઓ નાની ઉંમરે પણ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને છે. તેઓને CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40  કાથી પણ વધુ વધી જાય છે. આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.

CPR પ્રક્રિયા એટલે કે કાર્ડીઓ પલ્મોનરી રિસસીટેશન જેમાં હાર્ટ એટેકના દર્દીને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતિમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિન વિભાગના ડૉ. પ્રકૃતિ પટેલ, ડૉ. મીત પટેલ અને નર્સિંગ સ્ટાફમાંથી સેલિના ક્રિશ્ચિયન અને ધ્રુવ સક્સેનાએ પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું. કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડુબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ
ahmedabad
March 31, 2026

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય
porbandar news
March 31, 2026

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

Braking News

KKR vs SRH: છેલ્લી ઓવરમાં હર્ષિત રાણાનો જાદુ, કોલકાતાનો 4 રને રોમાંચક વિજય
KKR vs SRH: છેલ્લી ઓવરમાં હર્ષિત રાણાનો જાદુ, કોલકાતાનો 4 રને રોમાંચક વિજય
March 24, 2024

કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ: આ મેચમાં બંને ટીમોએ 200 થી વધુ રન બનાવ્યા હતા પરંતુ તેમ છતાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સૌથી મોટા ચેઝનો રેકોર્ડ તોડી શકાયો નથી. હૈદરાબાદ આ રેકોર્ડ તોડવાની ખૂબ નજીક હતું પરંતુ હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં ટેબલ ફેરવી દીધું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express