સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે ‘સીઇંગ ઇઝ બિલિવિંગ’ પ્રોગ્રામના 20 વર્ષ પૂર્ણ કર્યા
આ વર્લ્ડ સાઇટ ડેના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તેના 'સીઇંગ ઇઝ બિલિવિંગ' પ્રોગ્રામની 20મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવા માટે સમર્પિત પહેલ છે. ભારતમાં 2003માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ કાર્યક્રમ વ્યૂહાત્મક સહયોગ અને પહેલ દ્વારા આગામી 3 વર્ષમાં તેને 18 મિલિયન સુધી લઈ જવાની વધુ પ્રતિબદ્ધતા સાથે 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ્યો છે.
આ વર્લ્ડ સાઇટ ડેના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તેના 'સીઇંગ ઇઝ બિલિવિંગ' પ્રોગ્રામની 20મી વર્ષગાંઠની ઊજવણી કરી રહી છે, જે ટાળી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવા માટે સમર્પિત પહેલ છે. ભારતમાં 2003માં તેની શરૂઆત થઈ ત્યારથી, આ કાર્યક્રમ વ્યૂહાત્મક સહયોગ અને પહેલ દ્વારા આગામી 3 વર્ષમાં તેને 18 મિલિયન સુધી લઈ જવાની વધુ પ્રતિબદ્ધતા સાથે 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ્યો છે.
છેલ્લા બે દાયકામાં, સીઇંગ ઇઝ બિલિવિંગ સપોર્ટેડ પ્રોજેક્ટ્સે 3.5 મિલિયનથી વધુ મોતિયાની પ્રોસીજર હાથ ધરી છે, 6,00,000થી વધુ ચશ્માનું વિતરણ કર્યું છે અને આ સપોર્ટેડ પ્રોજેક્ટ્સ દ્વારા 11,327 ટેલિકન્સલ્ટેશન હાથ ધર્યા છે. આ આંકડા ભારતમાં દ્રષ્ટિ અને આંખના સ્વાસ્થ્યને સુધારવામાં આ પહેલની નોંધપાત્ર અસરને રેખાંકિત કરે છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે પ્રાથમિક આંખની સંભાળની સમગ્ર ઇકોસિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે નવીનતા, ક્ષમતા નિર્માણ અને તાલીમની જરૂરિયાતને પણ માન્યતા આપી હતી. આ સામાજિક જવાબદારીને કેન્દ્રમાં રાખીને, બેંકે ભારતમાં ત્રણ એકેડમી (દિલ્હી, હૈદરાબાદ અને મદુરાઈ)ને સમર્થન આપ્યું છે જેણે પ્રાથમિક આંખની સંભાળને પ્રોત્સાહન આપવા માટે 1,00,000થી વધુ વ્યક્તિઓને તાલીમ આપી છે.
ભારતમાં, 'સીઇંગ ઇઝ બિલિવિંગે' 22 રાજ્યોમાં 450થી વધુ વિઝન સેન્ટર્સ સ્થાપીને તેના મુખ્ય મૂલ્ય તરીકે ઇક્વિટી સાથે મજબૂત આઇ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાંથી 50% મહિલાઓ દ્વારા સંચાલિત છે. બેંક ઓક્ટોબરમાં અન્ય 31 વિઝન સેન્ટર્સ ઉમેરીને આ નેટવર્કને વિસ્તારવાની યોજના ધરાવે છે, મહિનાના દરેક દિવસે એક - સમગ્ર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં. બેંકે ટેલિમેડિસીન દ્વારા ખૂણેખૂણે સુધી પહોંચવા માટે ભવિષ્યવાદી દ્રષ્ટિ સેન્ટર્સને ટેકો આપીને પ્રાથમિક આંખની સંભાળના ભવિષ્યમાં પણ રોકાણ કર્યું છે અને સારવારની જરૂર હોય તેવા લોકોને શ્રેષ્ઠ ઉપલબ્ધ સંભાળ પૂરી પાડી છે.
આગામી ત્રણ વર્ષમાં, બેંક તેના સમર્થિત પ્રોજેક્ટ્સ દ્વારા 1,12,000થી વધુ મોતિયાની પ્રોસીજર્સ હાથ ધરીને વધારાના 3 મિલિયન વ્યક્તિઓ સુધી પહોંચવા માટે કામ કરી રહી છે. આની સાથે, બેંક ટાળી શકાય તેવા અંધત્વને દૂર કરવા માટે તેની યાત્રાને અનુરૂપ 3,80,000થી વધુ ચશ્માનું વિતરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.