Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં સ્ટારલિંકનો મોટો ધમાકો, અલ્ટ્રા-ફાસ્ટ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે LoI, અંતરિયાળ-આદિજાતી વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ

ગુજરાતમાં સ્ટારલિંકનો મોટો ધમાકો, અલ્ટ્રા-ફાસ્ટ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે LoI, અંતરિયાળ-આદિજાતી વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ

ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્ટારલિંક વચ્ચે LoI! CM ભૂપેન્દ્ર પટેલ-નાયબ CM હર્ષ સંઘવીની હાજરીમાં સહી, અંતરિયાળ-આદિજાતી વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ. શાળા, PHC, આપત્તિ વ્યવસ્થાપન, પોર્ટ્સને જોડીને ડિજિટલ ઇન્ક્લુઝન. જોઇન્ટ વર્કિંગ ગ્રુપ રચાશે. વાંચો વિગતો.

Gandhinagar February 09, 2026
ગુજરાતમાં સ્ટારલિંકનો મોટો ધમાકો, અલ્ટ્રા-ફાસ્ટ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે LoI, અંતરિયાળ-આદિજાતી વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ

ગુજરાતમાં સ્ટારલિંકનો મોટો ધમાકો, અલ્ટ્રા-ફાસ્ટ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે LoI, અંતરિયાળ-આદિજાતી વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે.

આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.

નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. અને આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.

આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે.

રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ અને સ્ટારલિંક વતી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ શ્રી પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી.

આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.

ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ એક્સચેન્જ સેરેમનીમાં મુખ્યસચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગના સચિવ શ્રીમતિ પી. ભારતી, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી ડૉ. અજય કુમાર અને રાજ્ય સરકાર તથા સ્ટારલિંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર, લંડનમાં ઓપરેશન કરાવવું પડશે
મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર, લંડનમાં ઓપરેશન કરાવવું પડશે
February 22, 2024

રાઈટ આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPLમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ તેણે કોઈ મેચ રમી નથી. મોહમ્મદ શમીની ઈજા ઠીક થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે હવે તેની સર્જરી લંડનમાં થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express