કેરળના થ્રિસુરમાં કલ્યાણરમણ પરિવારની નવરાત્રી પૂજામાં સિતારાઓનો જમાવડો
ફિલ્મ સ્ટાર્સ - અજય દેવગણ, કેટરિના કૈફ, કૃતિ સેનન, જાન્હવી કપૂર, શિલ્પા શેટ્ટી, અક્કીનેની નાગાર્જુન, રશ્મિકા મંદન્ના અને અન્ય ઘણા લોકો ઉજવણીમાં સામેલ થયાં.
થ્રિસુર : કલ્યાણરમણ પરિવાર દ્વારા નવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતાં તથા ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વર્ષે નવરાત્રીના ઉત્સવની થીમ જ્યોતિર્લિંગો દ્વારા અવરતિરય ભગવાન શિવના દિવ્ય સાર ઉપર કેન્દ્રિત હતી. કલ્યાણરમણ પરિવારે ઢીંગલી અને મૂર્તિઓના ઉત્સવપૂર્ણ પ્રદર્શન ‘બોમ્મઇ કોલુ’ને પ્રદર્શિત કરવાની પરંપરા જાળવી રાખી હતી. બોમ્મઇમાં ઢીંગલીઓને જે ક્રમમાં રાખવામાં આવે છે, તે દરરોજના દ્રશ્યો અને દેવી-દેવતાઓ, સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીજીના દિવ્ય રૂપોના ચિત્રણના માધ્યમથી ભૌતિકવાદી સ્તરથી આગળ વધતાં આધ્યાત્મિક સ્તર સુધી વિકાસનું પ્રતિક છે. આ પ્રસંગે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા તેમને કોલુ પ્રદર્શન પાછળના વિચારો અને વાર્તા વિશે જાણકારી અપાઇ હતી.
કલ્યાણ જ્વેલર્સના ગ્લોબલ એમ્બેસેડર કેટરિના કૈફ સહિત સોનાક્ષી સિંહા, શિલ્પા શેટ્ટી, જાન્હવી કપૂર, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા - કૃતિ સેનન, કલ્યાણ જ્વેલર્સની બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંદાના તેમજ અન્ય બોલિવુડ સ્ટાર્સ સાથે વિશેષ પૂજામાં સામેલ થયા હતા. આ ઉત્સવમાં બોલિવુડ સ્ટાર અજય દેવગણ પણ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્દર્શકો અને કલાકારો પણ હાજર હતા.
ખાનગી ઉજવણીમાં ટોવિનો થોમસ, વરલક્ષ્મી, સાનિયા ઐયપ્પન, વિક્રમ પ્રભુ, નાગા ચૈતન્ય, રેજિના કેસાન્ડ્રા, નીરજ માધવ, નૈલા ઉષા, શ્રુતિ રામચંદ્રન, કલ્યાણી પ્રિયદર્શન, નિર્દેશક સત્યન અંતિકડ, સંગીત નિર્દેશક ઓસેપ્ચાન અને સુશેપ્ચાન, મીના કુમાર જેવી હસ્તીઓ જોવા મળી હતી.
કલ્યાણ જ્વેલર્સના પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર પ્રભુ ગણેશન (તામિલનાડુ), અક્કીનેની નાગાર્જુન (આંધ્રપ્રદેશ અને તેલંગાણા), કિંજલ રાજપ્રિયા (ગુજરાત) અને વામીકા ગબ્બી (પંજાબ) પણ ઉજવણીમાં સામેલ થયાં હતાં.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શાજી એન કરુણનું ગંભીર બીમારીને કારણે 73 વર્ષની વયે અવસાન થયું. મલયાલમ સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેણે મોહનલાલની કાન્સ ફેસ્ટિવલ ફિલ્મ 'વાનપ્રસ્થમ'નું દિગ્દર્શન કર્યું હતું.
આજે અમે તમને એક એવી શ્રેણી વિશે જણાવીશું જે તાજેતરમાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ 8-એપિસોડ શ્રેણી ભયાનક દ્રશ્યો અને ટ્વિસ્ટથી ભરેલી છે, જે હોરર પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ હિના ખાનને સ્તબ્ધ કરી દીધી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે.