AAP નેતા જીગીશા પટેલ પર થયેલ હુમલાને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કડક શબ્દોમાં વખોડ્યો
લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.
અમદાવાદ/રાજકોટ/સુરત/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવતા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમનો વાંક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદ સાંભળવા માટે જ્યારે લોકોએ તેમને બોલાવ્યા, ત્યારે તેઓ ત્યાં ગયા હતા. તેમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી આ મુદ્દા પર રજુઆત કરી હતી.આજે ગુજરાતમાં ભાજપના નેતાઓનો અહંકાર એટલો વધી ગયો છે કે તેઓને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ તેમના કામ અંગે પ્રશ્નો કરીને તેમને ઘેરવાની કોશિશ કરે તો તેઓ સહન કરી શકતા નથી. સત્તામાં ત્રીસ વર્ષથી હોવા છતાં લોકોના પ્રશ્નોનું સમાધાન કરવાની જગ્યાએ આવા જીવલેણ હુમલા કરવાનું કામ કરવામાં આવે છે. ખૂબ દુઃખની વાત છે.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બહેનને શક્તિ આપે અને તેઓ જલ્દી સાજા થાય. સાથે સાથે ભાજપના અહંકારી નેતાઓને પણ સદબુદ્ધિ આપે, કારણ કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતની જનતા જાણે છે કે ત્રીસ વર્ષથી કંઈ કામ ન કરી શકવાના કારણે આજે આવી સ્થિતિ ઉભી થઈ છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. આવતી કાલે તમારા ઘરમાં પણ દીકરીઓ અને બહેનો હોઈ શકે. હિંસા અને હુમલાની રાજનીતિ ગુજરાત માટે યોગ્ય નથી. આવા હુમલાઓ વધતા જાય અને પરિસ્થિતિ વધુ ખરાબ બને તે પહેલાં ચેતવાની જરૂર છે. ભગવાન ભાજપના નેતાઓને સદબુદ્ધિ આપે અને જીગીશાબેન પટેલ જલ્દીથી સાજા થઈ ફરીથી લોકસેવામાં જોડાય તેવી પ્રાર્થના કરું છું.
આમ આદમી પાર્ટી ગુજરાત
સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ
હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા
નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી.