GPCB ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે અનાવરણ કરાયું
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીશ્રીઓને અવગત કરવા કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીઓ દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ શ્રી આર.બી.બારડ, સભ્ય સચિવ શ્રી ડી.એમ.ઠાકર સહિત પ્રાદેશિક કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."