જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા, તીવ્રતા 7.1 હતી; સુનામીનો ખતરો
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકા દક્ષિણ જાપાનમાં અનુભવાયા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
Earthquake In Japan: જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દક્ષિણ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અમેરિકન જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યા અનુસાર, ગુરુવારે જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશુમાં એક પછી એક બે મોટા ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 6.9ની તીવ્રતાનો હતો. તેના થોડા સમય પછી, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.1 હતી. જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહીમે, કાગોશિમા અને આઈતામાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ધરતીકંપને તીવ્રતાના હિસાબે અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવે છે. 2.5 થી 5.4ની તીવ્રતાવાળા ધરતીકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 5.5 થી 6 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવો ખતરનાક ધરતીકંપ માનવામાં આવે છે, જેમાં નજીવા નુકસાનની સંભાવના હોય છે. જો 6 થી 7ની તીવ્રતાનો ભૂકંપ આવે તો નુકસાન થવાની સંભાવના પણ વધી જાય છે. 7 થી 7.9ની તીવ્રતાના ધરતીકંપને ખતરનાક માનવામાં આવે છે. આ તીવ્રતાના ધરતીકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડવાની કે તે પડી જવાની સંભાવના છે. આની ઉપરની તીવ્રતા ધરાવતા તમામ ધરતીકંપોને અત્યંત જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."