જાપાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા
શુક્રવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે તેનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. તેમણે કહ્યું કે ભૂકંપની ઊંડાઈ 65 કિમી હતી
Earthquake In Japan : શુક્રવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે તેનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. તેમણે કહ્યું કે ભૂકંપની ઊંડાઈ 65 કિમી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંચકા બપોરે 3.33 કલાકે આવ્યા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તેમજ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. ચિબા અને ઇબારાકી પ્રીફેક્ચર્સમાં જોરદાર ધ્રુજારી નોંધાઈ હતી, પરંતુ યુએસજીએસએ જણાવ્યું હતું કે વધુ નુકસાનની શક્યતા ઓછી છે.
સ્થાનિક ક્યોડો ન્યૂઝ સર્વિસે જણાવ્યું હતું કે ઇબારાકીમાં ટોકાઈ નંબર 2 પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ સમસ્યાની જાણ થઈ નથી. અગાઉ, 5 મેના રોજ, મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંથી એક છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."