ઓપરેશન અભ્યાસ અંતર્ગત ઓએનજીસીમાં એરસ્ટ્રાઇની સફળ મોકડ્રિલ
સંભવિત આપત્તિને પહોંચી વળવા બચાવ, રાહત અને આરોગ્યલક્ષી કામગીરી માટે વિવિધ એજન્સીની કવાયત.
વડોદરા : કોઇ પણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે અહીં ઓએનજીસી સંકુલમાં કવાયત યોજાઇ હતી. કેન્દ્રીય અને રાજ્ય સરકારની વિવિધ એજન્સી દ્વારા સંકલિત પ્રયાસોથી ઓએનજીસી સંકુલમાં આપત્તિના સમયે નાગરિકોને કેવી રીતે બચાવી શકાય, તેની ચોક્કસાઇપૂર્વકની કવાયત કરવામાં આવી હતી. આ કવાયત ઓપરેશન અભ્યાસ અંતર્ગત કરવામાં આવી હતી.
અધિક પોલીસ કમિશનર સુશ્રી લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર શ્રી અભિષેક ગુપ્તા, નાયબ કલેક્ટર શ્રી રાજેશ ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલી આ મોકડ્રિલ સર્વ પ્રથમ સંકુલની એક બિલ્ડિંગમાં એરસ્ટ્રાઇ થઇ હોવાની જાણકારી આપવા સાયરન વગાડવામાં આવી હતી. સાયરન વાગતાની સાથે જ અન્ય બિલ્ડિંગમાં રહેલા કર્મચારીઓ એક સ્થળે એકત્ર થઇ ગયા હતા.
એરસ્ટ્રાઇ થઇ હોવાથી માહિતી મળતાની સાથે ઓએનજીસીનું પોતાનું ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તે બાદ તુરંત વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન દળના લાશ્કરો પણ પહોંચી ગયા હતા. આ દસ્તા દ્વારા ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે બિલ્ડિંગમાં હુમલો થયો ત્યાં લાગેલી આગને પ્રથમ કાબુમાં લેવામાં આવી હતી. બાદમાં ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક લેડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘાયલ લોકોને એમ્બ્યુલન્સની મદદથી તત્કાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૫ મિનિટમાં જ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી હતી.
મોકડ્રિલ એવી પ્રક્રીયા છે, જેમાં અભ્યાસ થકી આપત્તિના સમયે ચૂક વિના કાર્ય કરી શકાય છે. ઓપરેશન અભ્યાસ પણ આવી પ્રક્રીયાનો ભાગ છે. આ મોક ડ્રિલમાં નાગરિક સંરક્ષણ વિભાગ, શહેર પોલીસ ઉપરાંત આરોગ્ય, ફાયર અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ પણ જોડાયા હતા.
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જતા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે, ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોકજાગૃતિ સાથે મોકડ્રિલ ખૂબ જરૂરી છે.