GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ દ્વારા GST કોન્ક્લેવનું સફળ આયોજન
GCCI ઇનડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સે તારીખ 16મી જૂન, 2025 ના રોજ GST કર વ્યવસ્થાની સિદ્ધિઓ, પડકારો અને ભાવિ રોડમેપ વિશે ચર્ચા કરવા માટે એક GST કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે CGST અમદાવાદ ઝોન ના ચીફ કમિશનર શ્રી સુનિલકુમાર મલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીજીએસટી, અમદાવાદ સાઉથના પ્રિન્સિપાલ કમિશ્નર શ્રી સંજય બંસલે કોન્કલેવમાં ભાગ લેનારા સહુનું સ્વાગત કર્યું હતું. તેઓએ સમગ્ર સીજીએસટી કાર્યવાહીને પેપરલેસ તેમજ કોન્ટેક્ટલેસ બનાવવા વિશે વાત કરી હતી કે જેથી કરદાતાઓને ટેક્સની ચુકવણી બાબત સરળતા પ્રાપ્ત થાય. તેઓએ CGST વિભાગની વિવિધ આઉટરીચ પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરી હતી તેમજ ઉદ્યોગો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો નો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે ખાસ નોંધ લીધી હતી કે આપણા દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સનો અમલ એક મોટી સિદ્ધિ સાબિત થયેલ છે કેમ કે આપણા દેશના ફેડરલ સ્ટ્રક્ચર ને ધ્યાનમાં લેતા આ કાર્ય ખૂબ જ કઠિન હતું પરંતુ સરકારશ્રીએ દ્રઢ મનોબળ થી તે શક્ય બનાવ્યું છે. GST થકી "એક રાષ્ટ્ર એક કર" વ્યવસ્થાનો સંપૂર્ણ શ્રેય દેશના નેતૃત્વને જાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે "એક રાષ્ટ્ર - એક કર" ની વ્યવસ્થાએ કરવેરા લેન્ડસ્કેપને સરળ બનાવેલ છે તેમજ, વિવિધ કારની સામુહિક કાસ્કેડિંગ અસર ઘટાડવામાં મદદ કરી છે. તેમણે તે બાબતની પણ ખાસ નોંધ લીધી હતી કે GCCI એ રાજ્યના વેપાર-ઉદ્યોગ અને GST વિભાગ વચ્ચે સેતુ બનવામાં સાતત્યપૂર્ણ ભૂમિકા નિભાવેલ છે તેમજ તે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ સેમિનાર અને વર્કશોપ દ્વારા માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવામાં આવેલ છે.
તેમણે CGST, અમદાવાદ ઝોનના ચીફ કમિશનર શ્રી સુનીલકુમાર મલ, પ્રિન્સિપાલ કમિશ્નર CGST અમદાવાદ સાઉથ શ્રી સંજય બંસલ, GCCI ના માનદ મંત્રી શ્રી ગૌરાંગભાઈ ભગત, એસોચેમ ગુજરાતના કો. ચેરમેન શ્રી જૈમિન શાહ, ફિક્કી ચેરમેન શ્રી રાજીવ ગાંધી, GCCI ઈન્ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સનાં સભ્ય CA શ્રી નિતેશ જૈન તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની ખાસ નોંધ લીધી હતી. તેમણે આ મહત્વપૂર્ણ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ GCCI પરોક્ષ કર ટાસ્કફોર્સ તેમજ ચેરમેન શ્રી નયન શેઠ ને પણ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતા જોઈન્ટ કમિશનર મિસ કૃતિ તિવારીએ ભારતીય અર્થતંત્ર પર GST ની અસર વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ છેલ્લા ચાર વર્ષ દરમિયાન GST કલેક્શન માં થયેલા વધારા વિશે માહિતી આપી હતી. તેઓએ GST કરદાતાઓની સંખ્યા માં થયેલ ખુબ નોંધપાત્ર વધારા વિશે પણ વાત કરી હતી. તેમણે ગુજરાત રાજ્યમાંથી એકત્રિત થયેલા GST ના ખુબ મોટા હિસ્સા નો ઉલ્લેખ કર્યો હતો. તેમજ GST વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહીને સરળ બનાવવા માટે વિભાગ દ્વારા લેવામાં આવેલ વિવિધ પગલાં વિશે સમજ આપી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે GST દ્વારા સામાન્ય લોકોના જીવન પર મોટી સકારાત્મક અસર પડેલ છે.
એસોચેમ, ગુજરાતના કો. ચેરમેન, શ્રી જૈમિન શાહે ઉલ્લેખ કર્યો હતો કે GST કોમ્પ્લાયન્સ બાબતે હજી ઘણા પડકારો છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. તેઓએ તે બાબતે ખાસ નોંધ લીધી હતી કે આપણા દેશમાં GSTનો અમલ અન્ય દેશો કરતાં ઘણો સરળ તેમજ કાર્યક્ષમ રહ્યો છે. તેમણે GST ની સમગ્ર કાર્યવાહી માટે AI ટેકનોલોજી તેમજ સાયબર સુરક્ષા ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.