ગોથાણગામ અને મકરપુરા વચ્ચે DFC લાઇન પર પ્રથમ કન્ટેનર માલસામાન ટ્રેનનું સફળ ટ્રાયલ રન
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ગોથાણગામ અને મકરપુરા સ્ટેશનો વચ્ચેના DFC કોરિડોર પર પહેલી કન્ટેનર ગુડ્સ ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ગોથાણગામ અને મકરપુરા સ્ટેશનો વચ્ચેના DFC કોરિડોર પર પહેલી કન્ટેનર ગુડ્સ ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે ડીએફસીનો આ કોરિડોર શરૂ થવાથી વડોદરા ડિવિઝનના વડોદરા-સુરત રેલવે સેક્શન પરના રેલ ટ્રાફિકનું દબાણ ઘટશે. તેમણે જણાવ્યું કે મકરપુરા અને ગોથાંગમ વચ્ચેના 112 કિલોમીટરના રેલ્વે સેક્શન માટે મે 2023માં મકરપુરામાં કનેક્ટિવિટી આપવામાં આવી હતી, જ્યારે ગોથાણગામ માં 15 ઓક્ટોબરે નોન-ઇન્ટરલોકિંગ કામ પૂર્ણ કર્યા પછી, આ રેલવે સેક્શનને માલસામાન ટ્રેનોના સરળ પરિવહન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આનાથી ગતિશીલતા અને ટ્રેકમાં વધારો થશે. જાળવણી માટે વધુ બ્લોક લઈ શકાય છે.
નોંધનીય છે કે અમદાવાદ - મુંબઈ વચ્ચે ટ્રેક સ્પીડને 160 KMPH સુધી વધારવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અને આનાથી માલસામાન ટ્રેનોના સંચાલનનો સમય પણ બચશે. ભારતીય રેલ્વેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવશે અને નૂર પરિવહન ક્ષમતામાં પણ વધારો થશે. આ પ્રોજેક્ટના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
• 117 કિલોમીટરના આ નવા DFC રેલ્વે સેક્શનની કિંમત 3644 કરોડ રૂપિયા છે.
• પશ્ચિમી DFC કોરિડોરના 1506 KMમાંથી, 1279 KM પૂર્ણ થઈ ગયું છે.
• આ વિભાગ પર એક મહત્વપૂર્ણ નર્મદા પુલ, 143 નાના અને મોટા પુલ, 81 રોડ અન્ડર બ્રિજ અને 13 રોડ ઓવર બ્રિજ છે.
• મહત્વનો નર્મદા બ્રિજ, જેની લંબાઈ 1396.35 મીટર છે, તે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો સૌથી મોટો બ્રિજ છે.આ બ્રિજ પર આર્કિટેક્ચરલ લાઇટિંગ પણ કરવામાં આવી છે.
• આ DFC રૂટ 04 સ્થળોએ ઐતિહાસિક દાંડી માર્ચને પાર કરે છે. જેમાંથી ભરૂચના થામ ગામને દાંડીયાત્રાના સ્મૃતિચિહ્નોથી શણગારવામાં આવ્યા છે.
• આ રેલ્વે વિભાગ સંપૂર્ણપણે લેવલ ક્રોસિંગ ફ્રી છે સલામત કામગીરી માટે આધુનિક સિગ્નલિંગ અને ટ્રેન મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
• ડબલ સ્ટેક કન્ટેનર અને હાઈ રાઈઝ OHE પેન્ટોની જોગવાઈ છે.
• ટેકનિકલ ખામીના કિસ્સામાં ઓટો ફોલ્ટ લોકેટર માટેની જોગવાઈ છે.
• પુલ પર જીઓસેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
• ભેસ્તાનથી ગોથાંગમ સુધીના 27 કિલોમીટરનું ડીઝલ લોકો ટ્રાયલ પણ સફળ રહ્યું હતું અને તેની સાથે મકરપુરાથી સંજન DFC રૂટની કનેક્ટિવિટી પણ કરવામાં આવી છે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."