Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 120 વર્ષથી લુપ્તપ્રાય જરીકલાને જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર – GI ટેગ અને પરંપરાનું જીવંત પ્રતીક

120 વર્ષથી લુપ્તપ્રાય જરીકલાને જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર – GI ટેગ અને પરંપરાનું જીવંત પ્રતીક

સુરતના સગરામપુરાના જરીવાલા પરિવારે 120 વર્ષથી લુપ્તપ્રાય જરીકલાને જીવંત રાખી છે. GI ટેગ ધરાવતી પરંપરા, આધુનિક ટેક્નોલોજી સાથે સંયોજન, 50+ લોકોને રોજગારી. મુઘલકાળથી ચાલતી હસ્તકળા આજે યુવા પેઢીમાં ફરી લોકપ્રિય. પૂર્ણ વાર્તા જુઓ.

Surat February 03, 2026
120 વર્ષથી લુપ્તપ્રાય જરીકલાને જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર – GI ટેગ અને પરંપરાનું જીવંત પ્રતીક

120 વર્ષથી લુપ્તપ્રાય જરીકલાને જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર – GI ટેગ અને પરંપરાનું જીવંત પ્રતીક

ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા ૧૨૦ વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે.

સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી પરંપરાગત જરીકળાને આધુનિક યુગની માંગ સાથે જોડીને સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે.

એક સમય હતો જ્યારે સુરતની જરી શહેરની શાન ગણાતી હતી. મુઘલકાળ દરમિયાન સુરતમાં તૈયાર થતું જરીનું કાપડ વિદેશ સુધી નિકાસ થતું હતું. ગોપીપુરા, નવાપુરા, વાડીફળીયા જેવા વિસ્તારો જરી ઉદ્યોગના કેન્દ્રબિંદુ હતા. સમય જતાં ઉદ્યોગ થોડો મંદ પડ્યો, પરંતુ હવે ફરીથી તેમાં નવી ઉર્જા જોવા મળી રહી છે.

વિશેષ વાત એ છે કે આજે પણ સુરતમાં તૈયાર થતી જરી બનારસ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બેંગ્લોર જેવા રાજ્યોમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને સાડીમાં ગૂંથવામાં આવે છે. સોના અને ચાંદીના તારથી બનેલી આ જરી સાડીઓ આજે ફરીથી યુવા પેઢીની પસંદ બની રહી છે.

મોર્ડનાઈઝેશન સાથે પરંપરાનો સંગમ કરી જરી ઉદ્યોગને જીવંત રાખતા ચેતનકુમાર પ્રવિણભાઈ જરીવાલા જણાવે છે કે, અમારો પરિવાર ૧૦૦ થી ૧૨૦ વર્ષથી પરંપરાગત વ્યવસાય જરી ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. પહેલાં જૂની પદ્ધતિથી કામ થતું હતું, પરંતુ સમયની સાથે અમે નવી ટેક્નોલોજી અને મશીનો અપનાવ્યા છે. પરિવારના દરેક સભ્યને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે વ્યવસાય સરળતાથી આગળ વધી રહ્યો છે. જરી બનાવવાની સાથે સાથે સોના-ચાંદીના તારની સાડીઓનું ઉત્પાદન અને વેચાણ પણ પરિવાર પોતે જ કરે છે. ઘરેથી જ મેન્યુફેક્ચરિંગ થતું હોવાથી ખર્ચમાં બચત થાય છે અને ગુણવત્તા પર નિયંત્રણ રહે છે.

તેઓ વધુમાં કહે છે કે, આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં જ્યાં દેશી પદ્ધતિથી સંચા ચલાવવામાં આવતાં, ત્યાં આજે આધુનિક મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ચેતનભાઈ પોતે બી.કોમ એલ.એલ.બી.નો અભ્યાસ કરી ચૂક્યા છે, છતાં વકીલાત છોડીને વારસામાં મળેલા જરી ઉદ્યોગને આગળ વધારવાનું પસંદ કર્યું છે. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “લોકોને લાગે છે કે જરી ઉદ્યોગ લુપ્ત થઈ રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે અમે નવી પદ્ધતિઓ અપનાવી આ ઉદ્યોગને નવી દિશા આપી રહ્યા છીએ.”

રોજગારી અને આત્મનિર્ભરતાનું પ્રતિક એટલે જરી ઉદ્યોગ

જરિવાલા પરિવાર આજે માત્ર પોતાનો વ્યવસાય જ ચલાવી રહ્યો નથી, પરંતુ ૫૦થી વધુ લોકોને રોજગારી પણ આપી રહ્યો છે. લઘુગૃહ ઉદ્યોગ તરીકે શરૂ થયેલો આ વ્યવસાય ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિચારને સાકાર કરે છે. જરીવાલા પરિવાર માટે જરી માત્ર ધંધો નથી, પરંતુ વારસો, ઓળખ અને સાધના છે.

જરી ઉદ્યોગનો ઇતિહાસ

જરી ઉદ્યોગ ભારતની અતિ પ્રાચીન અને વૈભવી હસ્તકળાઓમાંની એક છે. તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. ગ્રીક ઇતિહાસકાર મેગેસ્થનીઝના ગ્રંથોમાં પણ ભારતીય સોનાચાંદીના તારોથી બનેલા વસ્ત્રો અને કઢાઈનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, નવાબો અને દરબારીઓ માટે તૈયાર થતી વસ્ત્રસજ્જામાં જરીનો વિશેષ ઉપયોગ થતો હતો. મુઘલકાળ દરમિયાન જરીઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું. આ સમયગાળામાં સુરત દેશનું મહત્વપૂર્ણ વેપારી બંદર હોવાથી અહીં તૈયાર થતી જરી અને જરીથી બનેલું કાપડ દેશ-વિદેશમાં નિકાસ થતું હતું. સુરત, બનારસ, કાંચીપુરમ અને દક્ષિણ ભારતના વિવિધ પ્રદેશોમાં જરી કળા લોકપ્રિય બની હતી.    

સુરતમાં તૈયાર થતી જરી તેની બારીકાઈ, શુદ્ધ સોના-ચાંદીના તાર અને દીર્ઘકાળ સુધી ટકાઉ ગુણવત્તા માટે જાણીતી રહી છે. પરંપરાગત રીતે ઘરઆંગણે થતા લઘુઉદ્યોગરૂપે વિકસેલા જરી વ્યવસાયમાં પેઢી દર પેઢી કારીગરોએ પોતાની કુશળતા અને અનુભવનો નિચોડ આપ્યો છે. સમયાંતરે ટેક્નોલોજી અને ફેશનમાં ફેરફાર થવા છતાં જરીઉદ્યોગે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું છે. આધુનિક યુગમાં પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનના સંયોજનથી જરીઉદ્યોગ ફરી નવી ઓળખ મેળવી રહ્યો છે. GI ટેગ મળવાથી સુરતની જરીને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, અને આ પરંપરાગત હસ્તકળાના સંરક્ષણ અને સંવર્ધનને નવી દિશા મળી છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

એનાબેલ ડૉલ ગુમ! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું રહસ્ય – જાણો શું છે સત્ય?
એનાબેલ ડૉલ ગુમ! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું રહસ્ય – જાણો શું છે સત્ય?
May 27, 2025

"એનાબેલ ડૉલ ગુમ થઈ! સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ભૂતિયા ઢીંગલીની ખબરનું સત્ય શું છે? રહસ્યમય ઘટના અને તપાસની વિગતો જાણવા માટે વાંચો."

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express