Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

'સ્વચ્છતા એ જ સેવા' એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી
"સ્વચ્છતા એ જ સેવા" (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે.

Ahmedabad September 17, 2025
અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

'સ્વચ્છતા એ જ સેવા' એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી
"સ્વચ્છતા એ જ સેવા" (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે. આ અભિયાન 2014 માં શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનની ગતિને આગળ વધારે છે અને સ્વચ્છતા પ્રત્યે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગૃહ નગર વડનગર સ્ટેશન પર “એક વૃક્ષ મા ના નામે” હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર વડાપ્રધાન ના 75મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં તેમના મોટા ભાઈ શ્રી સોમાભાઈ મોદી અને અન્ય જાણીતા મહેમાનો દ્વારા વડનગર સ્ટેશન પર પર માતૃપ્રેમ અને પર્યાવરણ જાગૃતિના સન્માનમાં સ્ટેશન સંકુલમાં 75 છોડ લગાવવામાં આવ્યા. આ દરમિયાન વડનગર સ્ટેશન પર લગભગ 400 લોકો ઉપસ્થિત રહ્યા.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે ડીઆરએમ કચેરીમાં રેલવે કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાની શપથ અપાવી. આ અવસર પર સૌએ દરવર્ષે 100 કલાક શ્રમદાન કરવાનો અને અન્ય 100 લોકોને આના માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો. આ સાથે જ મંડળમાં “સ્વચ્છતા પખવાડિયું” આરંભ થયું, જે 2 ઓક્ટોબર 2025 સુધી પ્રત્યેક દિવસે વિવિધ પ્રવૃત્તિઓ સાથે મનાવવમાં આવશે.

સ્વચ્છ અને હરિત ભારત પ્રત્યે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવતાં મંડળ રેલવે પ્રબંધક  કચેરીમાં કુલ 500 થી વધુ કર્મચારીઓએ સ્વચ્છતા શપથ અને શ્રમદાન પ્રવૃત્તિમાં ભાગ લીધો. મંડળ રેલવે વ્યવસ્થાપકે આ દરમિયાન સર્વશ્રેષ્ઠ શ્રમદાન કરનારા ત્રણ સમૂહોને ક્રમશઃ પ્રથમ 15000, દ્વિતીય 10000 અને તૃતીય 5000 રૂપિયા રોકડા ઈનામ આપવાની જાહેરાત પણ કરી. આ દરમિયાન મંડળના વિવિધ સ્ટેશનો, જેમ કે મંડળ કચેરી, સાબરમતી, ચાંદલોડિયા, પાલનપુર, મહેસાણા, પાટણ, ભુજ, વડનગર સ્ટેશન, ડીઝલ શેડ વગેર પર વ્યાપક સ્તરે શ્રમદાન કરી સ્ટેશનો અને રેલવે સંકુલોને સ્વચ્છ બનાવવામાં આવ્યા. જેમાં લગભગ 15 ટ્રક કચરો એકઠો કરીને નિકાલ કરવામાં આવ્યો. આ વખતે મંડળમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે એક-એક રેલવે અધિકારીના સંકલનમાં રેલવે કર્મચારીઓની સાથે સમૂહ બનાવીને શ્રમદાન કરવામાં આવ્યું.

સાબરમતી થી વડનગર સુધી એક વિશેષ સ્વચ્છતા અભિયાન ટ્રેન

'સ્વચ્છતા એ જ સેવા' ની ભાવનાને અનુરૂપ એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી એક વિશેષ સ્વચ્છતા અભિયાન ટ્રેન ચલાવવામાં આવી, જે ફક્ત અંતર કાપવાનું જ નહીં, પરંતુ સ્વચ્છતા અને નાગરિક જવાબદારી પ્રત્યે સમર્પણનું પ્રતિક બની. આ આયોજન સાબરમતી રેલવે સ્ટેશન પર સિનિયર મંડળ મિકેનિકલ એન્જિનિયર (કોચિંગ) અમદાવાદ દ્વારા અપાવવામાં આવેલી શપથની સાથે આરંભ થયું, જેમાં રેલવે સ્ટાફ અને સમર્પિત એનજીઓ સ્વંયસેવકોએ ભાગ લીધો. આ શપથ સમારંભ સ્વચ્છતા, સતતતા અને સક્રિય નાગરિકતા પ્રત્યે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનો એક પ્રભાવશાલી પુનઃ સંકલ્પ હતો.

શપથ ઉપરાંત સાબરમતી સ્ટેશન પર એક વ્યાપક શ્રમદાન અને ગહન સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. દરેક ખૂણાને પૂરી લગન અને એકજૂથતાની સાથે સાફ કરવામાં આવ્યો, જ્યાં તમામ સહભાગીઓ-રેલવે સ્ટાફ, સ્વંયસેવક અને અધિકારીએ ખભાથી ખભો મેળવીને કામ કર્યું. આ પછી સ્વચ્છતા વિશેષ ટ્રેને પોતાની યાત્રા આરંભ કરી જે સાબરમતી, ખોડિયાર, કલોલ, ઝૂલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, મહેસાણા, વિસનગર અને વડનગર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાઈ. દરેક રોકાણ પર રેલવે કર્મચારીઓએ સફાઈ અભિયાનો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી કરી, જેનાથી સ્ટેશન વધુ સ્વચ્છ અને યાત્રીઓ અને સમુદાય માટે સ્વાગતયોગ્ય બની શકે.

અમદાવાદ મંડળ આ અભિયાનને સફળ બનાવવા માટે મોટા પાયે પ્રચાર કરી રહ્યુ છે અને આમાં ખાનગી સંગઠનો, બિન-સકારી સંગઠનો (NGOs) અને સમાજસેવકોને પણ સક્રિયરૂપે સામેલ કરવામાં આવી રહ્યા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું
gandhinagar
February 20, 2026

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં માતૃભાષા મહોત્સવ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર જ આપણી સંસ્કૃતિ છે”. સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજી-માવજી મહેશ્વરીને, યુવા ગૌરવ અજય સોની-દિપક નંદાને. 51 પુસ્તકોનું પ્રકાશન – વિકસિત ગુજરાત માટે માતૃભાષાનું જતન જરૂરી. વિગતો જુઓ.

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા
vadodara
February 20, 2026

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા

વડોદરા મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ GSFC બાજવા સાઇડિંગનું નિરીક્ષણ કર્યું. માલ લોડિંગને ગતિશીલ બનાવવા ઓટોમેશન-સુધારા પર ભાર, 54 રેકનું સર્વોચ્ચ માસિક લોડિંગ રેકોર્ડ બદલ અભિનંદન. 1.5 રેક/દિવસને 2 રેક/દિવસ કરવાનું લક્ષ્ય – 92% ઉત્પાદન રેલ માર્ગે. વિગતો જુઓ.

Braking News

14 વર્ષ લાગ્યા હતા આ ફિલ્મ બનતા, જેની ટિકિટ માટે લોકો રસ્તા પર સુઈ જતા હતા
14 વર્ષ લાગ્યા હતા આ ફિલ્મ બનતા, જેની ટિકિટ માટે લોકો રસ્તા પર સુઈ જતા હતા
April 22, 2025

૧૯૬૦ માં, હિન્દી સિનેમામાં એક ફિલ્મ રિલીઝ થઈ, જેણે ઉદ્યોગ પર ઐતિહાસિક છાપ છોડી. જોકે, આ ફિલ્મ બનાવવામાં ૧૪ વર્ષ લાગ્યા. આ ફિલ્મમાં દિલીપ કુમાર અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express