Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

Gandhinagar February 25, 2026
ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના 16 શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી “સ્વદેશી ફેસ્ટિવલ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹10 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. આ સફળતાને આગળ વધારતાં હવે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.

15 માર્ચ સુધીમાં રાજ્યની 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે

15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 1500થી વધુ સ્ટોલ સ્વસહાય જૂથોને ફાળવવામાં આવ્યા છે, જ્યારે શેરી ફેરીયાઓને 1400થી વધુ સ્ટોલ આપવામાં આવ્યા છે. ખાણીપીણી માટે 1200 સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અન્ય કારીગરોને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે 1650થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, ₹83 લાખથી વધુનું વેચાણ થયું

રાજ્યમાં અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન 1 લાખથી વધુ લોકોએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી છે અને ₹83 લાખથી વધુનું વેચાણ થયું છે. આ સફળતા દર્શાવે છે કે નાગરિકો વોકલ ફોર લોકલ પહેલ સાથે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ સ્વદેશી મેળાઓ માત્ર વેપાર માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નોંધનીય પ્રયાસ છે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. તેને અનુસરીને ગુજરાત સરકાર આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બને અને દરેક નાગરિક સ્વદેશીના મંત્રને અનુસરે એ માટે સતત પ્રયાસો કરી રહી છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે પાંચમી વખત શપથ લીધા
શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે પાંચમી વખત શપથ લીધા
January 11, 2024

અવામી લીગના પ્રમુખ શેખ હસીનાએ આજે ​​સાંજે પાંચમી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકાના બંગભવનમાં વડાપ્રધાન અને નવા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express