સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ
ગાંધીનગર: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતીના પવિત્ર અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામીજીના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણારૂપ એવા સ્વામી વિવેકાનંદજીની ૧૬૩મી જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ'ના અવસરે તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણામૂર્તિ છે. આજે વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ભારત દેશમાં છે. વિવેકાનંદજીના વિચારો ‘જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ પુરુષાર્થને કર્મ સમજીને જો ભારતના યુવાનો કાર્ય કરશે ત્યારે જ ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થશે.
આ પ્રસંગે એ.પી.એસ અને હિલવુડ શાળાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈએ આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાની સાથે સન્માન પત્ર આપી પુરસ્કૃત કર્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરાડિયા, ગુજરાત વિધાનસભા સચિવ શ્રી સી. બી. પંડ્યા, વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પો અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.