વડોદરાની સ્વરા ગાંધીએ 5 રાજયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
વડોદરાની સ્વરા ગાંધીએ આ વર્ષીય બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને પોતાની સાથે વડોદરાનું નામ પણ રોશન કર્યું છે.
વડોદરાની સ્વરા ગાંધીએ આ વર્ષીય બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને પોતાની સાથે વડોદરાનું નામ પણ રોશન કર્યું છે. આ વર્ષે ૨૦૨૩ ની યોનેક્ષ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સ્પર્ધા અમદાવાદ ખાતે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી દ્વારા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યભરમાંથી લગભગ ૧૦૦૦ થી વધું ખેલાડીઓએ એન્ટ્રી કરાવી હતી. ૭ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં અલગ અલગ વયજૂથ અને ઇવેન્ટમાં યોજાઈ હતી.
વડોદરાની સ્વરા ગાંધીએ પણ અન્ડર ૧૫ માં બહેનોની ડબલ્સ અને મિક્ષ ડબલ્સમાં ભાગ લીધો હતો જેમાં તેણીએ બન્નેમાં પ્રથમ ક્રમાંકે જીત મેળવીને ૨ ગોલ્ડ મેડલ સહિત સર્ટિફિકેટ મેળવી પોતાની સાથે શાળા તેમજ વડોદરાનું ગૌરવ વધાર્યું હતું.
સ્વરા ગાંધીએ વડોદરામાં ખંડેરાવ માર્કેટ નજીક આવેલા શ્રી સયાજી વિહાર ક્લબ બેડમિન્ટન કોચિંગ સેન્ટર ખાતે જયેશ ભાલાવાલાની ટ્રેનિંગ હેઠળ પ્રેક્ટિસ કરી હતી. પોતાના કોચિંગ સેન્ટરને ગૌરવ અપાવવા બદલ કોચિંગ સેન્ટર તરફથી રોકડ રકમ આપી સ્વરા ગાંધીનું સન્માન કરવામાં આવશે એમ તેના કોચ જયેશ ભાલાવાલાએ જણાવ્યું હતું.
પંજાબ કિંગ્સનો ગ્લેન મેક્સવેલ IPLની વચ્ચે જ બહાર થવાનો છે. તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, તેથી તેમના સ્થાને ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર યજમાન ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી 1 મેથી શરૂ થશે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.