સુરતના ટેક્સટાઇલ માર્કેટને મંદીથી તેજી તરફ લાવવા માટે એકવાર ઝાડું ચલાવો: ગોપાલ ઇટાલિયા
ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.
અમદાવાદ/સુરત/ગુજરાત : છેલ્લા ઘણાં સમયથી ટેકસટાઇલ માર્કેટમાં ચાલી આવતી મંદી વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અચાનક સુરત રિંગરોડ સ્થિત મિલેનિયમ ટેકસટાઇલ માર્કેટની મુલાકાત લીધી હતી. ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.
ગોપાલ ઇટાલિયાની ટેકસટાઇલ બજારની મુલાકાત વખતે કાપડના વેપારીઓએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટ છેલ્લા ઘણાં સમયથી ખૂબ જ કપરા સમયમાંથી પસાર થાય છે. સરકાર પણ ટેકસટાઇલ ઉદ્યોગને બેઠો કરવામાં કોઈ ધ્યાન નથી આપી રહી. કોઈ રાહત પણ નથી આપતી. સુરતે બબ્બે ટેકસટાઇલ મંત્રી કેન્દ્રને આપ્યા છતાં સ્થિતિ ઠેર ની ઠેર છે. વેપારીઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે. મંદીનો અજગર ભરડો સમસ્ત કાપડ બજાર પર પડી ગયો છે. તેમાંથી બેઠા થવા સરકારને રજૂઆત કરવા સૌ ટેકસટાઇલ બજારના ધંધાર્થીઓએ એકસૂરમાં ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ તમામ વેપારીઓની રજૂઆત ધ્યાનથી સાંભળી હતી, તેમજ તેઓને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મોટા ઉદ્યોગકારોને છાવરતી આ સરકાર છે ત્યાં સુધી નાના વેપારીઓ કે માણસોનું ભલું થવાનું નથી જ. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાજપ સરકારમાં ખુદ ભાજપના ધારાસભ્યો અટવાઈ રહ્યાં છે, તેઓ પ્રજાના કામો માટે વલખાં મારે છે, તો સામાન્ય માણસની તો શું વિસાત? જો ટેકસટાઇલ ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવો હોય અને બજારમાં ફરીથી પહેલા જેવી ચમક લાવવી હોય તો સરકાર પર ઝાડું ફેરવવું અત્યંત જરૂરી છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે વિઝન છે, અમે નાના માણસોની પરિસ્થિતિથી વાફેક છીએ, અમને એમની પીડા સમજાય છે, પરંતુ જ્યાં સુધી નાના માણસો અને ધંધાર્થીઓ જાગૃત ન થાય ત્યાં સુધી કશું થઈ શકવાનું નથી. વડોદરાનો દાખલો આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભાજપ રાજમાં ખુદ એમના જ ધારાસભ્યોની રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર નથી. આને માટે તમારે સરકાર બદલવી જ રહી, જે નાના માણસોના દુઃખ દર્દ, વેપારમાં ઉતાર ચઢાવ, નાની મોટી સમસ્યાઓ સમજી શકે.
સમગ્ર મુલાકાત દરમિયાન ટેકસટાઇલ માર્કેટમાં ઉપસ્થિત સૌ કોઈ વેપારી કે નાના ધંધાર્થીઓએ જણાવ્યું કે, આજ સુધી અનેક ધારાસભ્યોને ફક્ત રીબીન કાપવા આવતા જ જોયા છે, ગોપાલ ઇટાલિયા પહેલા એવા ધારાસભ્ય જોયા કે જે લોકોની સમસ્યા સાંભળવા અને પીડા સમજવા તેમની પાસે જાય છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.