સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને નવો ચેમ્પિયન મળ્યો, પંજાબ ઇતિહાસમાં પ્રથમ વખત જીત્યું
Syed Mushtaq Ali Trophy : પંજાબે બરોડાની ટીમને હરાવીને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ મેચમાં ટીમની જીતનો સૌથી મોટો હીરો અનમોલપ્રીત સિંહ રહ્યો હતો.
Syed Mushtaq Ali Trophy : સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2023ની ફાઈનલ મેચ પંજાબ અને બરોડાની ટીમો વચ્ચે રમાઈ હતી. મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જીતીને પંજાબે ઈતિહાસ રચ્યો હતો. પંજાબે મુશ્તાક અલી ટ્રોફી ફાઇનલમાં સૌથી વધુ સ્કોર કરીને પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. આ પહેલા પંજાબ 4 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ટાઇટલ જીતી શક્યું ન હતું.
આ મેચમાં બરોડાના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 223 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન અનમોલપ્રીત સિંહ હતો. અનમોલપ્રીત સિંહે 61 બોલમાં 10 ફોર અને 6 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા હતા. આ સાથે જ નેહલ વાઢેરાએ તોફાની ઇનિંગ રમી હતી. તેણે 27 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા.
224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બરોડાની ટીમ 20 ઓવરમાં 203 રન જ બનાવી શકી અને 20 રનથી મેચ હારી ગઈ. બરોડા તરફથી અભિમન્યુ સિંહ રાજપૂતે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. જ્યારે નિનાદ રાઠવાએ 47 રન અને કૃણાલ પંડ્યાએ 45 રન બનાવ્યા હતા.
અનમોલપ્રીત સિંહ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે પંજાબની ટીમે 18 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી તેણે ટીમની કમાન સંભાળી અને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ બનાવ્યો. આ સાથે જ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આ સૌથી મોટો સ્કોર પણ છે. અગાઉ 2019-20 સિઝનમાં કર્ણાટકે તમિલનાડુ સામે 5 વિકેટે 180 રન બનાવ્યા હતા.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."