મતદાર યાદીમાં નામ કાપનારા સામે કાર્યવાહી કરો, ચૈતર વસાવાએ વિધાનસભામાં કરી મોટી માંગ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.
અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી, તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં આવી ન જાય તેની પ્રક્રિયા ચાલે છે. 29 જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી એમાં 9,88,621 ફોર્મ નંબર છ અંતર્ગત નામ કમી કરવા મળ્યા છે તેમ એમણે જણાવ્યું. ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો. 17 અને 18 જાન્યુઆરીએ જે સાત નંબરના ફોર્મમાં રજુ કરનાર હતા એ કોઈપણ દસ્તાવેજી પુરાવા વગર ઢગલાબંધ સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા. વિસનગરની ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના લોકોના નામ કમી કરવા માટે ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા. જૂનાગઢની વિધાનસભામાં 234 બુથ પર કેટલાય લોકોના નામ કમી કરવા માટે ત્યાંના કોર્પોરેટરે સાત નંબરના ફોર્મ દાખલ કર્યા. એવી જ રીતે ઘણી જગ્યાએ 18000 ફોર્મ ભરાયા.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તો આ રીતે એક કાવતરા સાથે સમગ્ર ગુજરાતમાં 12.50 લાખથી વધારે ફોર્મ ભરવામાં આવ્યા, ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો. ત્યારબાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે તેમને 9,88,621 ફોર્મ મળ્યા છે. બીજા દિવસે 30 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ કહે છે કે 1,83,235 ફોર્મ તેમની પાસે બાકી છે તો એક જ રાતમાં 8,05,386 ફોર્મ ક્યાં ગાયબ થઈ ગયા? આ ફોર્મ કોણ લઇ ગયું અને કઈ રીતે ગાયબ થયા તેનો જવાબ કોઈની પાસે નથી. અમે જ્યારે આની માહિતી માંગી કે આ કોણ ફોર્મ ભરી ગયું જેમાં નામ અને નંબર પણ અલગ છે તો કોઈની પાસે એની કોઈ માહિતી આપવામાં આવી નહોતી. મામલતદાર પ્રાંત સહીત તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. છતાં પણ બાબાસાહેબે આપેલા બંધારણમાં આપેલા મતદાનના અધિકારને છીનવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પણ જગ્યાએ ફોર્મ નંબર 7 ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી નથી. તો આ ફોર્મ ભરનાર લોકોને ઓળખવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે. સાત નંબરના ફોર્મે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. BLO દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું પરંતુ એ પ્રક્રિયા દરમિયાન આદિવાસી વિસ્તારોમાં પણ 17મી જાન્યુઆરી અને 18મી જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં વોટ કાપવા માટે સાત નંબરના ફોર્મ ભરાયા. જેના કારણે લોકોમાં ડર ઉભો થયો. ત્યારબાદ લોકોએ કચેરીના ધક્કા ખાવા પડ્યા. તો અમારી માંગ છે કે સીસીટીવી કેમેરાના આધારે જે લોકોએ ફોર્મ ભર્યા હોય તેમની ઓળખ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.