શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં તપોત્સવ: ૧૦૮ ઉપવાસ, ૭૪૦૦ દીર્ઘ આયંબિલ સહિત વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા
અમદાવાદના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં વર્ધમાન તપની ૧૦૦મી ઓળી પરિપૂર્ણતા નિમિત્તે ભવ્ય પંચાહ્નિકા તપોત્સવ યોજાયો. પ.પૂ.આ.મ.શ્રી વર્ધમાન તપસ્વીશ્વરજીના દિવ્ય તપનું ઉજવણી, પ.પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના સાનિધ્યમાં હજારો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત. તપવદના, આયંબિલ, માસક્ષમણ સહિત ધાર્મિક કાર્યક્રમો. વિગતો જુઓ.
અમદાવાદ : જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્વર, માંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ તપોત્સવ યોજાયો હતો. કાર્યદક્ષ વિનયી પ.પૂ.આ.મ.શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.વર્ધમાનતપ આરાધક પ.પૂ.આ.મ.શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.પ્રવર્તક પ.પૂ. શ્રી ધૈર્યચંદ્રસાગર જી મ.સા., પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા, ભીષ્મ તપસ્વિની પ.પૂ.સા. શ્રી ગિરાંશુ મ.સા. શ્રીજી મ.સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પા સંજય શાહ મહિલા વિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસર ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ (રવિવાર)ના રોજ ઉજવાયો હતો.
અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓ, અખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે. આ પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન તપવદના, અનુમોદના, વિનંતિ, શ્રમણી-શ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા.
આ અવસરે અનેક સાધુ-સાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતું. તપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમા, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ પ.પૂ.સા. શ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છે. પ્રવચન, શિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવક-શ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે.
આ પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમણી) ધર્મે ટ્રસ્ટ્રી શ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુ-સાધ્વી અને જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હતા તેમજ હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના DLSS ખેલાડીઓએ 69મી SGFI રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં 3 મેડલ જીત્યા – સુમિતભાઈ વસાવા (U-14 સિલ્વર), કામિનીબેન વસાવા (U-17 ગોલ્ડ), જયદીપ તડવી (U-19 ગોલ્ડ). રાજપીપલા DLSSના કોચ સંદીપભાઈ બારોટ અને દિગ્વીજયસિંહ ગોહીલના માર્ગદર્શનમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું. જિલ્લા રમત વિકાસ અધિકારીએ અભિનંદન પાઠવ્યા. વિગતો જુઓ.
અમદાવાદ–તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (09419/09420) ચેન્નાઈ એગ્મોર પુનર્વિકાસ કામને લીધે 5 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2026 સુધી પરિવર્તિત માર્ગ વાયા અરક્કોણમ-કાટપાડી-વેલૂર કેન્ટ-વિલ્લુપુરમ ચાલશે. અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ સ્ટેશનો પર સ્ટોપેજ રદ. તિરૂત્તણિમાં વધારાનું સ્ટોપેજ. વિગતો indianrail.gov.in પર જુઓ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ બ્યૂરો હેઠળ ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો – 260+ સરપંચોને વિકસિત ગ્રામ બનાવી વિકસિત ભારતનું કર્તવ્ય નિભાવવાનું આહ્વાન. પારદર્શિતા, ગુણવત્તા, 100% લક્ષ્યાંક સાથે ગ્રાન્ટ ઉપયોગ અને ગ્રામસભામાં લોકભાગીદારી પર ભાર. વિગતો જુઓ.