Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ટાટા પાવરે EV ચાર્જિંગ ક્ષેત્રે ક્રાંતિ કરીઃ RFID એનેબલ્ડ 'EZ ચાર્જ' કાર્ડ લોન્ચ કર્યું

ટાટા પાવરે EV ચાર્જિંગ ક્ષેત્રે ક્રાંતિ કરીઃ RFID એનેબલ્ડ 'EZ ચાર્જ' કાર્ડ લોન્ચ કર્યું

ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી EV ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર પૈકી એક ટાટા પાવરે આજે EZ ચાર્જ કાર્ડ લોન્ચ કર્યું છે. આ એક અત્યાધુનિક RFID (રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) કાર્ડ છે જે સમગ્ર દેશમાં લાખો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે EV ચાર્જિંગના અનુભવને સાવ બદલી નાખશે.

Mumbai August 01, 2023
ટાટા પાવરે EV ચાર્જિંગ ક્ષેત્રે ક્રાંતિ કરીઃ RFID એનેબલ્ડ 'EZ ચાર્જ' કાર્ડ લોન્ચ કર્યું

ટાટા પાવરે EV ચાર્જિંગ ક્ષેત્રે ક્રાંતિ કરીઃ RFID એનેબલ્ડ 'EZ ચાર્જ' કાર્ડ લોન્ચ કર્યું

ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી EV ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઈડર પૈકી એક ટાટા પાવરે આજે EZ ચાર્જ કાર્ડ લોન્ચ કર્યું છે. આ એક અત્યાધુનિક RFID (રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન) કાર્ડ છે જે સમગ્ર દેશમાં લાખો ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે EV ચાર્જિંગના અનુભવને સાવ બદલી નાખશે.

EZ ચાર્જ કાર્ડને ટાટા પાવરના સીઈઓ અને એમડી ડો. પ્રવીર સિંહા અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીના એમડી શૈલેષ ચંદ્રા દ્વારા બોમ્બે હાઉસ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્ડ તેની ટેપ, ચાર્જ અને ગો ફંક્શનલિટી સાથે અસાધારણ સુવિધા આપે છે. RFID કાર્ડમાં એક બિલ્ટ-ઇન ચિપ હોય છે જે કાર્યક્ષમ, સુરક્ષિત અને સીમલેસ ચાર્જિંગ સેશન અને તેના માટે પેમેન્ટને સક્ષમ બનાવે છે.

યુઝર્સ તેમની પ્રી-સેટ રિચાર્જ વેલ્યૂના આધારે ટાટા પાવર EZ ચાર્જર પર EZ ચાર્જ RFID કાર્ડને ટેપ કરીને આપમેળે ચાર્જિંગ શરૂ કરી શકે છે. એક વખત વાહન ચાર્જ થઈ જાય પછી EVના માલિકો સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે તેમનો પ્રવાસ શરૂ કરી શકે છે.

ટાટા પાવર એક વ્યાપક EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેમાં 40,000થી વધુ હોમ ચાર્જર, 4000થી વધારે પબ્લિક અને સેમી પબ્લિક ચાર્જિંગ પોઈન્ટ્સ અને 250 બસ-ચાર્જિંગ પોઈન્ટ્સનો સમાવેશ થાય છે. તેનું નેટવર્ક 550 શહેરોમાં હાજરી સાથે 350 શહેરોમાં ફેલાયેલું છે. આગામી પાંચ વર્ષમાં કંપની 25,000 ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે જેનાથી દેશમાં EV ઈકોસિસ્ટમના વિકાસને વધુ વેગ મળશે.

ટાટા પાવરના સીઈઓ અને એમડી ડૉ. પ્રવીર સિંહાએ જણાવ્યું કે, "ભારતમાં સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા EV ચાર્જિંગ પ્લેયર તરીકે ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવવા માટે વધુ એક ઈનોવેટિવ ઓફર લાવતા અમને આનંદ થાય છે. ટાટા પાવર EZ ચાર્જ કાર્ડ એ RFID ટેક્નોલોજીને અમારા ચાર્જ પોઈન્ટ નેટવર્ક સાથે ઈન્ટીગ્રેટ કરે છે અને EV માલિકો માટે ઝડપી, સરળ અને સહજ ચાર્જિંગ સોલ્યુશન ઓફર કરે છે. અમે EV એડોપ્શનને વેગ આપવા અને તમામ ભારતીયો માટે ટકાઉ મોબિલિટીને સક્ષમ કરવા માટે ટાટા મોટર્સ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ."

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના એમડી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું કે “અમે વિચારપૂર્વકના ઈન્ટરવેન્શન અને પહેલ દ્વારા અમારા EV ગ્રાહકો માટે ઓનરશિપના અનુભવમાં સતત સુધારો કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકો માટે ચાર્જિંગ પ્રક્રિયાને વધુ બહેતર બનાવવા માટે આજે અમે ટાટા પાવર દ્વારા ઓફર કરાયેલા EZ ચાર્જ કાર્ડ લોન્ચ કરી રહ્યા છીએ. આ સોલ્યુશન ઉપયોગમાં એકદમ સરળ, સાહજિક છે તથા તમામ યુઝર્સ માટે પ્રાઈવસી સુનિશ્ચિત કરવાની સાથે સાથે મોબાઇલ નેટવર્કની ઉપલબ્ધતા જેવા માળખાકીય પડકારોને હેન્ડલ કરવામાં પણ મદદ કરે છે. તે પબ્લિક અથવા કોમ્યુનિટી ચાર્જર પર ચાર્જિંગ પ્રક્રિયાને ઘણી સરળ બનાવે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ એપ્લિકેશન-બેઝ્ડ અનુભવ અને શોફર-ડ્રીવન વ્હીકલ માટે એક ફિજિકલ ડિવાઈસ ઈચ્છે છે. સરળતાથી એક્સેસ થાય તેવું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ EVના ઝડપી એડોપ્શન માટે મહત્ત્વપૂર્ણ છે.”

EZ ચાર્જ કાર્ડ વધારાના બેનિફિટ પણ આપે છે. ખાસ કરીને લિમિટેડ મોબાઇલ નેટવર્ક કવરેજ ધરાવતા વિસ્તારો માટે તે ઉપયોગી છે. EV માલિકો તેમના વાહનોને ચાર્જ કરી શકે અને કોઈપણ અવરોધ વિના ચૂકવણી કરી શકે તેને તે સુનિશ્ચિત કરે છે. RFID કાર્ડને EZ ચાર્જ એકાઉન્ટ સાથે લિંક કરી શકાય છે, જે યુઝર્સને સંવેદનશીલ એપ્લિકેશન માહિતી શેર કર્યા વગર ઍક્સેસ શેર કરવાની સગવડ આપે છે, આમ પ્રાઈવસી અને સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આ કાર્ડ ચાર્જિંગ અને પેમેન્ટની પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરે છે જેથી ટ્રાન્ઝેક્શન ઝડપી અને વધુ કાર્યક્ષમ બને છે.

EZ ચાર્જ કાર્ડ મેળવવા માટે ગ્રાહકો તેને ઘરઆંગણે ડિલિવરી માટે EZ ચાર્જ સેલ્ફ કેર પોર્ટલ (https://ezcharge.tatapower.com/evselfcare) દ્વારા ખરીદી શકે છે અથવા ટાટા મોટર્સ ઈવી ડીલરશિપ્સ ( https://nexonev.tatamotors.com/find-dealer/)ની મુલાકાત લઈ શકે છે.

પોસાય તેવી કિંમત ધરાવતું EZ ચાર્જ કાર્ડ એ દરેક EV માલિક માટે જરૂરી અને સુલભ સાધન છે, ભલે પછી તેમની પાસે કોઈ પણ બ્રાન્ડનું વ્હીકલ હોય.

EZ ચાર્જ કાર્ડનો ઓર્ડર આપવા માટે EV યુઝર્સે આ સરળ પગલાં અનુસરવાના રહેશેઃ

1. આ લિંક પર ક્લિક કરો: https://ezcharge.tatapower.com/evselfcare

2. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો

3. મેનૂ પર ક્લિક કરો અને EZ ચાર્જ કાર્ડ પસંદ કરો

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આ સિંગલ માલ્ટ વ્હિસ્કી અજય દેવગનની પ્રિય છે, તે દરરોજ 2 પેગ પીવે છે; જાણો એક બોટલની કિંમત શું છે
mumbai
May 16, 2025

આ સિંગલ માલ્ટ વ્હિસ્કી અજય દેવગનની પ્રિય છે, તે દરરોજ 2 પેગ પીવે છે; જાણો એક બોટલની કિંમત શું છે

અજય દેવગણે હવે દારૂ ઉદ્યોગમાં પણ પ્રવેશ કર્યો છે. તેમણે તાજેતરમાં પ્રીમિયમ સિંગલ માલ્ટ વ્હિસ્કી બ્રાન્ડ 'ગ્લેનજર્ન'માં રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે અજય દેવગનની મનપસંદ વ્હિસ્કીની એક બોટલની કિંમત કેટલી છે?

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૧૨૦૦ અને નિફ્ટી ૩૯૫ પોઈન્ટના વધારા સાથે બંધ થયો
mumbai
May 15, 2025

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૧૨૦૦ અને નિફ્ટી ૩૯૫ પોઈન્ટના વધારા સાથે બંધ થયો

ગુરુવારે, સેન્સેક્સ ૧૨૦૦.૧૮ પોઈન્ટ (૧.૪૮%) વધીને ૮૨,૫૩૦.૭૪ પોઈન્ટ પર બંધ થયો.

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો
mumbai
May 14, 2025

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો

બેંક ઓફ બરોડામાં સહાયક પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાચાર દ્વારા વય મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વપૂર્ણ વિગતો આ સમાચાર દ્વારા જાણીએ.

Braking News

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ફરીથી લગ્નના બંધનમાં બંધાયા
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ફરીથી લગ્નના બંધનમાં બંધાયા
November 27, 2024

બોલિવૂડનું પ્રિય કપલ, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, ફરી એક વખત સ્વપ્નશીલ શાહી લગ્નમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express