જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ૧૩મો ઈનોવેશન સંકુલ એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદ ખાતે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ, GTU સ્થાપિત 13th ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ આજરોજ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી. બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો.
અમદાવાદ ખાતે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સ્થાપિત 13th ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ આજરોજ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી. બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો.
સને 2011ની 14મી ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઔદ્યોગિક સંશોધન યાત્રાની શરૂઆત થઈ હતી. તેના સ્મરણમાં દરવર્ષે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈનોવેશન કાઉન્સિલ 14મી ફેબ્રુઆરીએ 'વાર્ષિક ઈનોવેશન સંકુલ દિવસ' તરીકે ઉજવે છે. જેમાં અસાધારણ યોગદાન આપનારાઓ,ફેકલ્ટી સભ્યો, ઈનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને ઈનોવેશનના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં તેમના નોંધપાત્ર પ્રયાસો માટે માન્યતા અને સન્માન આપવામાં આવે છે. GTU ઇનોવેશન કાઉન્સિલ દર વર્ષે આ દિવસની ઉજવણી ઇનોવેટર્સને સન્માન કરવા અને ઇનોવેશનને પ્રેરણા આપવાનો માટે કરે છે.
ઉકત હેતુ બરકરાર રાખવા આજે યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં પ્રારંભમાં દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન કુલસચિવ ડો.કે.એન.ખેરે કર્યું હતું.ત્યાર બાદ ઈનોવેશન કાઉન્સિલની પ્રવૃત્તિઓનો અહેવાલ GIC ના સી.ઈ.ઓ ડો. તુષાર પંચાલ આપવામાં આવ્યો હતો તેમજ નવા સ્ટાર્ટઅપની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારનાં પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા પ્રા.ડો.સત્યરાજન આચાર્ય અને પ્રા.સુશ્રી ઝંખના દિ.મહેતાનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલું આ કાર્ય વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનવા તરફ જરૂર દોરી જશે.અધ્યક્ષપદેથી કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરે જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈનોવેશન કાઉન્સિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આજ અને આવતીકાલની સતત ચિંતા કરે છે તે અમારા માટે ગૌરવની વાત છે. અંતમાં આભારવિધિ યુનિવર્સિટીના સલાહકાર ડો.મિહિર શાહે કરી હતી.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"