Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકારક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે: મુખ્યમંત્રી 

Gandhinagar August 29, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, સૌને સાથે લઈને વિકાસ રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમ વાર અલાયદૂ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતના યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપીને હવે સહકારથી સમૃદ્ધિનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. આ ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકાર ક્રાંતિથી દેશભરમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું.

ગુજકોમાસોલ આવી જ ટોચની સહકારી સંસ્થા છે અને ખેડૂતોને ખૂબ જ સરળતાથી, સમયસર અને વ્યાજબી ભાવે ખાતર, દવાઓ, બિયારણો મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવો મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજકોમાસોલની બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકોમાસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે વેલ્યુએડિશન-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું જે આહવાન કર્યું છે તેને ગુજકોમાસોલ ખેડૂતોના ઉત્પાદનોની યોગ્ય બજાર ભાવે ખરીદી, પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડીને પાર પાડી રહ્યું છે. ગુજકોમાસોલે સહકારી ક્ષેત્રને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

Bigg Boss 17: સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બની
Bigg Boss 17: સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બની
November 18, 2023

સપ્તાહ દરમિયાન, BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 3 ટકાના વધારા સાથે, BSE મિડકેપ ઇન્ડેક્સ 2.5 ટકાના વધારા સાથે અને BSE લાર્જકેપ ઇન્ડેક્સ 1.6 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન 100 કંપનીઓના શેરોમાં 10 ટકા કે તેથી વધુનો વધારો થયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express