ભૂતાનના રાજા અને વડાપ્રધાને પરત ફરતા પહેલા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનું વિહંગાવલોકન કર્યું
ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.
ભૂતાનના રાજા શ્રીમાન જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.
મહિસાગર જિલ્લામાં ડીજેના ભારે અવાજે વરરાજાની મગજની નસ ફાટી, ઘોડા પર બેભાન થયા. ધ્વનિ પ્રદૂષણની ગંભીર અસર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન. વધુ જાણો આ ટ્રેન્ડિંગ ગુજરાતી ન્યૂઝમાં.